કોસંબા પંથક ખાતે ઘરકામ કરવા આવેલી યુવતી પર 35 વર્ષીય નરાધમે દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનાં મામલે કોસંબા પોલીસ મથકે ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
કોસંબા પોલીસની હદમાં આવેલા કોસંબાના એક વિસ્તારમાં 18 વર્ષની યુવતી ઘરકામ કરવા માટે ગઇ હતી.
આ ઘટનાને લઇ કોસંબા પો સ્ટે.ના પીઆઇ એમ કે સ્વામીએ જણાવ્યું હતું કે જે દરમ્યાન આરોપી સલીમની ભાભી જોઈ જતાં આરોપી સલીમે ભાભી સમક્ષ પણ યુવતીને બદનામ કરી ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ત્યારે પરીસ્થિતિ પામી ગયેલી યુવતીએ અંતે સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ કરતાં પોલીસે નરાધમ આરોપી સલીમ ઐયુબ મલેક (રહે સાવા રોડ, જૂના કોસંબા, તા.માંગરોળ) વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ત્યારે હાલ પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને ઝડપી લીધો છે.અને જેલના સળિયા પાછળ ધકેલી દઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Ad…