આજનો દિવસ મારા જીવન માટે ખુબજ મહત્વનો રહ્યો છે,નાનપણ માં જ મિડિયા ક્ષેત્ર માં જવાનું મનોમન નક્કી કર્યું અને તે દિવસ આવી ગયો દેશ ના પ્રજાસત્તાક દિન ની પૂર્વ સંધ્યાએ તા.25 જાન્યુઆરી 2005 ના રોજ વલસાડ ખાતેના તે જમાના ના રીયાલીટી કેબલના માધ્યમથી આખા વલસાડ શહેર અને જિલ્લામાં સત્યન્યૂઝ ચેનલ થી સત્યગૃપ મીડિયાનો પ્રારંભ કર્યો તે આજે 18માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે.વલસાડથી મીડિયા હાઉસનો પાયો નખાયા બાદ ટૂકજ સમયમાં પ્રિન્ટ મીડિયામાં વલસાડ માં પ્રથમ પ્રેસ સત્ય ઓફસેટ શરૂ કરી પોતાના જ પ્રેસમાં દૈનિક અખબાર શરૂ કર્યું જે દક્ષિણ ગુજરાતના વલસાડ,નવસારી,સંઘ પ્રદેશ, આહવા,ડાંગ,વાંસદા,થી લઈ સુરત અને વડોદરા, અમદાવાદ, હિંમતનગર સુધી સત્યડે દૈનિક અખબારનુ નામ પણ ગુંજતું બની ગયું.સત્ય ઓફસેટ માં ત્યારબાદ અનેક નાનામોટા અખબારો પ્રિન્ટ થવા માંડ્યા અને પ્રિન્ટ તથા ચેનલ ની દુનિયા માં સત્યનું નામ ગુંજતું થયુ એટલે સુધી જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન કરનાર કેટલાયે ભાવિ પત્રકારો ઇન્ટરશીપ માં પોતાની કારકિર્દી બનાવવા ઓફસેટ , પ્રેસ,ચેનલ નો પ્રેક્ટિકલ અનુભવ બાદ સર્ટીફીકેટ મેળવી ચુક્યા છે, કેટલાય બેરોજગાર અને ઓછું ભણેલા યુવક -યુવતીઓ પણ મીડિયા ફિલ્ડમાં પોતાની કેરિયર બનાવી પોતાને પત્રકાર બનાવવા સમર્થ બન્યા છે.અવિરતપણે જનતાની સેવા અને તંત્ર ને સહયોગ ક્યારેક કાન આમળીને અખબારી ધર્મ નિભાવી ખૂબજ કામો કર્યા છે ત્યારે બદલાયેલા સમય સાથે સત્ય મીડિયા એ પણ અન્ય માધ્યમો ની જેમ ડિજિટલ યુગમાં પર્દાપણ કર્યું છે અને નવી પેઢીના ચાહકો એ આવકાર્યું પણ છે, સાથેજ દરેક ઉંમરના વાંચકો અને દર્શકો ને પસંદ પડે તેવા ન્યૂઝ સહિત ની સામગ્રીને પસંદ કરે છે,તેથીજ ગુજરાત ના હરોળ ના અખબારો સમકક્ષ નામ બનાવી ચુક્યું છે.આજે જ્યારે 18માં વર્ષમાં સત્ય મીડિયા હાઉસ પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હાલ ના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર અન્ય માધ્યમો માં પણ સત્યડે ડોટકોમ વેબ,પોર્ટલ અને ફેસબુક ઉપર લાખ્ખો ફોલોવર્સ ધરાવતું હરોળ નું સૌથી મોટું પ્લેટફોર્મ બની ચુક્યું છે ત્યારે અત્યાર સુધી અનેક મુશ્કેલીઓ -સંઘર્ષ માં સાથ આપનાર તમામ સહયોગીઓ સહિત ચાહકો નો આભારી છું અને આ તકે ડિજિટલ યુગમાં નવા અવતારમાં પ્રવેશેલા સત્ય મીડિયા હાઉસ આવનારા વર્ષોમાં પણ બમણી તાકાત થી જનહિત માટે પોતાનું અભિયાન ચાલુ રાખશે જેનો હું કોલ આપું છું .
લી.ગુલઝાર
માલિક- મુદ્રક – પ્રકાશકલી.
આગમ શાહ
ચેનલ હેડ