પાર નદીની પરીક્રમાં કરી આદિવાસી સંસ્કૃતિને જોવાનો નવતર પ્રયોગ કપરાડાના વારોલી જંગલ ગામના સરકારી શિક્ષક : વિજય પીઠીયા

0
191

પાર નદીનું ઐતિહાસિક મહત્ત્વ પાર નદીનું ઉદભવ સ્થાન મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા શુલગાણાનો ડુંગર છે, તે પશ્ચિમ દિશામાં વહે છે, સુરત જિલ્લામાં લગભગ ૮૦.૫૦ કિ.મી સુધી વહ્યા બાદ ધરમપુર તાલુકાના ટોકરપાડા ગામ નજીક પ્રવેશ કરે છે અને આ પાર નદી વલસાડ અને પારડીને ઉત્તર અને દક્ષીણે જુદા પાડે છે અને છેલ્લે ઔરંગા નદી જ્યાં દરિયાને મળે છે.તેની દક્ષિણે ૬૬ કિ.મી દુર પાર નદીના પાણી સમુદ્રમાં ઠલવાઈ છે.

ચોમાસામાં બે કાંઠે તેનો પ્રવાહ ઉન્મત બને છે જયારે ઉનાળામાં નાના ઝરણા જેવી દેખાઈ છે. નદીના મુખથી ૬.૪૪ કિ.મી સુધીના વિસ્તારમાં ભરતી અને ઓટ સમયે પણ ઘણું પાણી રહે છે. એવું કહેવાય છે કે રાજા રજવાડા વખતે પાર નદીમાં નાની નાવડીઓ એકબીજા કાઠે આવન-જાવન કરતી, ઉમરસાડી ગામ નજીક લગભગ ૭૫૦ ફૂટ જેટલી પહોળી થતી પાર નદી મોટીનદી થાય છે. અહી નદીના કિનારાઓ ઊંચા છે, જયારે તેનોપટ કાદવ,કાંકરા અને પથ્થરોથી ભરપુર છે. એવું કહેવાય છે કે નાર નદી એ પાર નદીની ઉપશાખા છે તે છે વલસાડ અને ધરમપુર તાલુકામાંથી પસાર થાય છે. આ નદીની કુલ લંબાઈ ૧૧૭ કિ.મી છે વલસાડ જીલ્લામાં તેની લંબાઈ ૭૮કિ.મી છે.

વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડાની ધરતીને કુદરતે અખૂટ સૌંદર્ય આપ્યું છે.ગિરિમાળાઓ જંગલ ઝાડીઓ નદીઓ વગેરે કુદરતી સંપતિઓ વચ્ચે સદીઓથી અહીની આદિવાસી સંસ્કૃતિ ફૂલી- ફાલી છે.

અહી નદીને માતાનું રૂપ ગણી આસ્થાથી પૂજા થાય છે. સાથે સાથે નદીની પરિક્રમાની ગાથા તો સાવ અનેરી અને અનોખી છે. સમગ્ર વિશ્વ અને ભારતવર્ષમાં ફક્ત પુણ્યસલિલા નર્મદા પરિક્રમા થયા છે. પરંતુ એવી જ રીતે અહીની પારનદીની પણ પરીક્રમાં કરી આદિવાસી સંસ્કૃતિને જોવાનો નવતર પ્રયોગ કપરાડાના વારોલી જંગલ ગામના સરકારી શિક્ષક વિજય પીઠીયાએ એમના મિત્રો જોડે કર્યો છે.

શિક્ષક વિજય પીઠીયા કહે છે કે, હું આમ મૂળ વેરાવળનો પરંતુ કપરાડા તાલુકાના છેવાડાના વારોલી જંગલ ગામે શિક્ષક તરીકે નોકરી મળી સંપૂર્ણ આદિવાસી વિસ્તાર વિશે મને પણ જોવા જાણવાની
જીજ્ઞાસા થઇ, રજાના સમયે મિત્ર શિક્ષકો જોડે આસપાસના ગામડાઓમાં ફરવા નીકળતા ત્યારે આ વિસ્તાર પ્રત્યે અનોખો લગાવા લાગ્યો એવા જ સમયે અમૃતલાલ વેગડાનું નર્મદા પરીક્રમનું પુસ્તક વાચતા
વાચતા અહીની નદીની પરીક્રમાની કલ્પના મનમાં જાગી અને મારા મિત્રો મૌલિક ચંદ્રવાડિયા અને ભાવેશ મોટાણીને વાત કરી,અહીના વિસ્તારોની પૂર્ણા, પાર, ઔરંગા,માન, તાનનો અભ્યાસ કર્યો પરંતુ અહીની
ભૌગોલિક સ્થિતિ અને કાઠે દીપડાનો ભય પણ જાણ્યો પરંતુ પારનદીનું ઐતિહાસિક મહાત્મ જોઈ પાર નદી ઉપર પસંદગી ઉતારી શ્રીફળ વધેરી પાર- પરિક્રમાના નવા અધ્યાયની શરૂઆત કરી હતી.

જંગલો,પર્વત, નાળાઓ, ઝાડીઓ, રસ્તાઓ વચ્ચેથી
શરૂ થયેલી પાર પરીક્રમા ઉમરસાડીથી શરૂ કરી પારડી, નવેરા, રાબડા, કચીગામ,વડખંભા, નાનીવહિયાળ, ફૂલવાડી,માકડબંધ, અરણાઈ, ધામણી, તામછડી,
પણધા, હૈદરી, વનઝલાટ, ભાનવળ,નાનીકોસબડી, પૈખેડ, ગુંદીયા, ચૌરા,ખડકી થઇ રાક્ષસભુવન ખાતે વિરામ આપ્યો હતો.

ત્યારે લાગ્યું કે ત્રણેય ભુવનની યાત્રા થઈ ગઈ. સાથે સાથે અમે ગામડે ગામડે વૃક્ષ એ જ જીવન છે અને પરિક્રમાનું મિશન સ્ટેટમેંટ બનાવી અનેક મંદિર, આશ્રમશાળાઓ, સરપંચો અથવા ગામના મોભીઓના ઘરે વૃક્ષારોપણ પણ કરાયું હતું.

આદિ માનવ પારનદી (પારદા નદી)ને કાંઠે વસતા
આદિમાનવ ગુજરાતમાં કેવળ સાબરમતીના તીરે એટલે કે ઉત્તર-ગુજરાતમાં જ વસતા પરંતુ તાજેતરની શોધ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં પારનદી કાંઠે પણ
આદિમાનવ રહેતા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આદિમાનવ બેસાલ્ટ પથ્થરોથી પોતાનાં ઓઝરોઘડતા , લગભગ ઈ.સ.પ્રવર્તી૨૩-૪૦૦ દરમિયાન ગુજરાત પ્રશ્ચીમી ક્ષત્રપ રાજાઓની સત્તા હેઠળ હતું. એમના પહેલા રાજા ભૂમકનો રાજ્ય કાળ ઈ.સ ૨૩ થી ૩૨ સુધીનો અને બીજા રાજા નહપાનનો રાજ્યકાળ ઈ.સ ૩૨ થી ૭૮ હોવાનું પણ જાણવા મળ્યું છે. નહપાનના સમયના એક નાસિક ગુફ્લેખામાં એના જમાઈ ઉષવદાતે પુર્ત કાર્યોના સંદર્ભમાં પણ કેટલીક
નદીનો ઉલ્લેખ આવે છે. જેમાં પણ પારદા એપારડીની ઉત્તરે વહેતી પારનદીનો ઉલ્લેખ છે એટલે કે એ સમયે પારનદીને પારદા નદી પણ કહેતા હતા.

પરિક્રમામાં દરમિયાનમાં રાત્રિ રોકાણ મંદિરમાં કે મિત્રના ઘરે વધુ યોગ્ય
આ પરિક્રમામાં મિત્ર નારણભાઈ જાદવ અને અશ્વિન ચૌહાણ સતત બેક-અપ સપોર્ટ આપી જરૂરી મદદ કરતા રહ્યા હતા. ત્રીજા મિત્ર રાજાભાઈ ખાંભલાનો એક મોટા ખડક ઉપર પગમાં મોચ આવતા પરિક્રમા અધુરી છોડી જવું પડ્યું હતું. કોઈક જગ્યાએં ૨૦૦ ફૂટનું પણ ટ્રેકિંગ કરવાનો અને આગળવધવાઓં અનેરો આનંદ આવ્યો હતો. નદીતટ ઉપર રાત્રી રોકાણ ટાળી કોઈ મંદિરમાં કે મિત્રના ઘરે રોકાવું વધુ હિતાવત છે

આદિવાસી સંસ્કૃતિની અસલી ઓળખ માટે ૧૨૮ કિલોમીટર લાંબી આ પરિક્રમા ખુબ મહત્વની : શિક્ષક વિજય પીઠીયા

AD…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here