13 ઓક્ટોબર, 2024નું રાશિ ભવિષ્ય

0
28

મેષ : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. દોડધામ – શ્રમ જણાય. બપોર પછી કામમાં રાહત થતી જાય.

વૃષભ : યાત્રા-પ્રવાસ, મિલન- મુલાકાતથી આનંદ અનુભવો. પરંતુ બપોર પછી આપને કોઈને કોઈ કામકાજ રહ્યા કરે. ખર્ચ જણાય.

મિથુન : બપોર સુધીનો સમય બેચેની- વ્યગ્રતામાં પસાર થાય. તબીયતની અસ્વસ્થતા જણાય. દિવસના અંતમાં આપને રાહત થતી જાય.

કર્ક : આપના કામમાં વ્યસ્ત રહેવાનો પ્રયાસ કરો. ઇચ્છિત વ્યકિત સાથે મુલાકાત થઈ શકે. બપોર પછી આપે ઉતાવળ ન કરવી.

સિંહ : સીઝનલ ધંધામાં આપે માલનો ભરાવો કરવો નહીં. આપના કાર્યની સાથે બીજું કામ આવી જતાં દોડધામ-શ્રમ અનુભવાય.

કન્યા : સંતાનના પ્રશ્ને આપની ચિંતા પરેશાની ઓછી થતી જાય. વાણીની મીઠાશથી કામમાં સાનુકૂળતા રહે. બપોર પછી મધ્યમ.

તુલા : આપે આવેશ- ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. દિવસ પસાર થાય તેમ ધીરે ધીરે શાંતિ થાય.

વૃશ્ચિક : અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં નવી કોઈ વાતચીત આવે. પરંતુ બપોર પછીનો સમય ઉચાટમાં જાય.

ધન : આપના કાર્યની સાથે સામાજિક વ્યવહારિક કૌટુંબિક – પારિવારિક કામમાં વ્યસ્ત રહેવાનું બને. ધંધામાં આવક જણાય.

મકર : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી આનંદ જણાય. મહત્વના નિર્ણય લેવામાં સરળતા રહે.

કુંભ : વાદ વિવાદ- ગેરસમજ મનદુ:ખથી આપે સંભાળવું પડે. નાણાકીય લેવડ દેવડની બાબતમાં આપે સાવધાની રાખવી.

મીન : પરદેશના કામમાં પ્રગતિ જણાય. ધર્મકાર્ય થઈ શકે. બપોર પછી આપે ધીરજ અને શાંતિથી સમય પસાર કરી લેવો.

– અગ્નિદત્ત પદમનાભ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here