બાબા સિદ્દિકી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા

0
29

બાબા સિદ્દિકી મર્ડર કેસમાં પોલીસને મળી મોટી સફળતા

Mumbai Baba Siddique Murder case

Baba Siddique Shot Dead in Mumbai: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી બાબા સિદ્દિકી મર્ડર કેસમાં પોલીસને મોટી સફળતા મળી છે. ચોથા આરોપીની પણ ઓળખ થઈ ગઈ છે. ત્રણ શૂટર સિવાય તેમને ગાઈડ કરનારા શંકાસ્પદની ઓળખ કરાઈ ચૂકી છે. મુંબઈ પોલીસે જણાવ્યું કે, ચોથા આરોપીનું નામ મોહમ્મદ જીશાન અખ્તર છે.

મોહમ્મ જીશાન અખ્તર 7 ઓક્ટોબરે પટિયાલા જેલથી બહાર આવ્યો હતો

બાબા સિદ્દિકી હત્યાકાંડના ચોથા આરોપી મોહમ્મદ જીશાન અખ્તર આ વર્ષે 7 જૂને પટિયાલા જેલથી બહાર આવ્યો હતો. પંજાબની પટિયાલા જેલમાં જ તે લોરેન્સ બિશ્નોઈ ગેંગના લોકોના સંપર્કમાં આવ્યો હતો. મોહમ્મદ જીશાન અખ્તર પંજાબના જાલંધરનો રહેવાસી છે.

હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની થઈ ઓળખ

આ હત્યાકાંડમાં સામેલ ચાર આરોપીઓની ઓખળ થઈ ચૂકી છે. પોલીસે બે કથિત હુમલાખોરની ધરપકડ કરી લીધી છે. જેમની ઓળખ હરિયાણાના ગુરમેલ બલજીત સિંહ (23) અને ઉત્તર પ્રદેશના ધર્મરાજ રાજેશ કશ્યપ (19) તરીકે થઈ છે. શિવા કુમાર અને મોહમ્મ જીશાન અખ્તર નામના બે આરોપી ફરાર છે અને મુંબઈ પોલીસે તેમને પકડવા માટે 10 ટીમો બનાવી છે. આ વચ્ચે મેજિસ્ટ્રેટ કોર્ટે ગુરમેલ સિંહને 21 ઓક્ટોબર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. ત્યારે ખુદને સગીર ગણાવનારા ધર્મરાજ કશ્યપની સાચી ઉંમર જાણવા માટે તેમનો બોન ઓસિફિકેશન ટેસ્ટ કરાવવામાં આવશે. કોર્ટે તેની મંજૂરી આપી દીધી છે.

બાંદ્રાના ખેર નગરમાં બાબા સિદ્દિકીની હત્યા

બાબા સિદ્દિકીને મુંબઈના બાંદ્રા વિસ્તારના ખેર નગરમાં તેમના દીકરા અને ધારાસભ્ય જીશાન સિદ્દિકીની ઓફિસની બહાર શનિવાર (12 ઓક્ટોબર) રાત્રે ત્રણ લોકોએ ગોળી મારી દીધી હતી. ત્યારબાદ તાત્કાલિક તેમને લિલાવતી હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરી દીધા હતા.

મુંબઈ પોલીસ બાબા સિદ્દિકીની હત્યાના અલગ અલગ પાસાઓથી તપાસ કરી રહી છે. જેમાં સોપારી લઈને હત્યા, બિઝનેસ પ્રતિસ્પર્ધી કે પછી આવાસ પુનર્વાસ પરિયોજનાને લઈને મળેલી ધમકીના પાસા પણ સામેલ છે. પોલીસે એક અધિકારીને જણાવ્યું કે, વિધાનસભામાં ત્રણ વખત બાંદ્રા (પશ્ચિમ) બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા એનસીપીના નેતા સિદ્દિકીની હત્યા એક પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ કરાયાની શંકા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here