વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી.

0
227

વલસાડમાં ધરા ધણધણી ઉઠી

વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે ભૂકંપના આંચકા આવ્યા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.2 નોંધાઈ હતી. આ સિવાય આ ભૂકંપનું કેન્દ્રબિંદુ વલસાડથી 49 કિમી દૂર નોંધાયું છે. આજે મધ્યાહન સમયે 12 વાંગીને 46 મિનિટે આ આંચકા આવ્યા હતા.

આજના જ દિવસે ગુજરાતમાં આવ્યો હતો વિનાશ
નોંધનીય છે કે 2001માં વર્ષ પહેલા આજના જ દિવસે ગુજરાતના કચ્છ જિલ્લામાં ભૂકંપે વિનાશે વેર્યો હતો. 26મી જાન્યુઆરી 2001ના રોજ શુક્રવારના દિવસે બરાબર 8.45ના ટકોરે સમગ્ર દેશ સાથે કચ્છ જિલ્લો પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં વ્યસ્ત હતો, ત્યારે અચાનક ધરા ધ્રુજવા લાગી હતી. રિક્ટર સ્કેલ પર 6.9ની તીવ્રતાના ભૂકંપે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો પત્તાના મહેલની જેમ જમીનદોસ્ત થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા.

અગાઉ 1956માં પણ કચ્છના અંજારમાં ભૂકંપ નોંધાયો હતો. આમ પાંચ દાયકા બાદ 2001માં કચ્છમાં ફરીથી આવેલા ભૂકંપે ભારે તારાજી સર્જી હતી. આ ભૂકંપની અસર સમગ્ર ગુજરાતમાં જોવા મળી હતી. જેમાં અમદાવાદમાં પણ ભારે નુક્સાન નોંધવામાં આવ્યું હતું. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો, ત્યારે લોકોને થોડીવાર તો ખબર જ નહોતી પડી કે આ ભૂકંપ છે, પરંતુ જ્યારે ખબર પડી, ત્યારે ચોતરફ વિનાશ જોવા મળ્યો હતો.

કચ્છમાં સર્જી હતી તારાજી
કચ્છના ભચાઉ તાલુકાથી 12 કિ. મી. દુર ચોબારી ગામ પાસેથી ઉદભવેલા ભૂકંપે 700 કિમી સુધીના વિસ્તારને અસર કરી હતી. 6.9ની તીવ્રતા સાથે આવેલા આ ભૂકંપમાં 20 હજાર લોકોના મોત નીપજ્યા હતા જ્યારે અંદાજે દોઢ લાખ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ સિવાય આ ભીષણ ભૂકંપમાં 4 લાખ મકાનો ધરાશાયી થયા હતા.

ગુજરાતના 21 જિલ્લામાં ભૂકંપની અસર
કચ્છ ઉપરાંત રાજ્યના 21 જિલ્લામાં આવેલા 700 કિ.મી. સુધીના ઘેરાવામાં આ ભૂકંપની અસર વર્તાઈ હતી. જેમાં ગુજરાતના 18 શહેરો 182 તાલુકા 7904 ગામો ભૂકંપની ઝપેટમાં આવી ગયા હતા. સૌથી વધુ ખુવારી કચ્છમાં નોંધાઈ હતી. જેમાં ભૂજ, ભચાઉ, અંજાર અને રાપર તબાહ થઈ ગયા હતા. જયારે કચ્છના 400 ગામો જમીનદોસ્ત થઈ ગયા હતા.

ભૂકંપને કારણે કચ્છ તારાજ
1819માં આવેલા ભૂકંપથી અલ્લાબંધ રચાયો હતો જમીન એટલી ઉંચે આવી છે જે સિંધુ નદીના પાણીથી કચ્છ જહોજલાલીમાં ઓળોટતુ હતુ, તે ઉજજડ થવા લાગ્યું હતું. કચ્છના છેવાડાના ગામો ખાલી થવા લાગ્યા અને લોકો સ્થળાંતરણ કરી ગયા આજે પણ અનેક ગામોની ઉજજડ પરીસ્થિતિ એ બાબતની સાબિતી છે જેમાંથી લખતપનો કિલ્લો તેનો સાક્ષી છે.

Ad..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here