IPS Hasmukh Patel Appointed As GPSC Chairman : રાજ્યના પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ IPS હસમુખ પટેલને ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના નવા ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યાં છે.
હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી
રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને હસમુખ પટેલની GPSCના ચેરમેન તરીકે વરણી કરી હોવાની જાણકારી આપી છે. ગુજરાત સરકારે ભારતના બંધારણની કલમ 316ની પેટા કલમ (1) દ્વારા આપવામાં આવેલી સત્તા હેઠળ IPS હસમુખ પટેલને GPSCના નવા ચેરમેન તરીકે નિમણૂક કરી છે.
જો કે, હવે હસમુખ પટેલને પોતાની IPS સેવામાંથી રાજીનામું આપવું પડશે. કારણ કે, કોઈપણ વ્યક્તિ ચાલુ સરકારી સેવાએ બંધારણીય સંસ્થાના ચેરમેન બની શકે નહી.