30 ઓક્ટોબર 2024નું રાશિ ભવિષ્ય

0
14

મેષ : આપના કાર્યમાં હરિફવર્ગ-ઈર્ષ્યા કરનારવર્ગની મુશ્કેલી રહે. તબિયતની કાળજી રાખીને દોડધામ-શ્રમ કરવા. ખર્ચ જણાય.

વૃષભ : આપની બુદ્ધિ-અનુભવ આવડત-મહેનતથી કામનો ઉકેલ લાવી શકો. સંતાનના પ્રશ્ને ચિંતા-પરેશાની ઓછા થતાં જાય.

મિથુન : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. જમીન-મકાન-વાહનના કામમાં પ્રતિકૂળતા રહે.

કર્ક : આપના કાર્યની સાથે અડોશ-પડોશના કામમાં આપે વ્યસ્ત રહેવાનું બને. પરદેશના કામકાજ અંગેની મુલાકાતમાં સાનુકૂળતા રહે.

સિંહ : આપના કામકાજમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી આવક જણાય. આનંદ રહે.

કન્યા : આપના ગણત્રી ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી રાહત થતી જાય. પરંતુ મહત્ત્વના નિર્ણય લેવામાં આપે ઉતાવળ કરવી નહીં.

તુલા : આપે આવેશ-ઉશ્કેરાટમાં આવ્યા વગર શાંતિથી દિવસ પસાર કરી લેવો. વાદ-વિવાદ-ગેરસમજ-મનદુ:ખથી સંભાળવુ ંપડે.

વૃશ્ચિક : આપના કાર્યમાં પુત્ર-પૌત્રાદિકનો સાથ-સહકાર મળી રહે. વાણીની મીઠાશથી કામકાજમાં સરળતા રહે. હર્ષ-લાભ રહે.

ધન : આપના કામમાં વ્યસ્ત રહીને દિવસ પસાર કરી શકો. જમીન-મકાન-વાહન અંગેના કામકાજ અંગે દોડધામ-શ્રમ જણાય.

મકર : આપના કાર્યની કદર-પ્રશંસા થવાથી કામ કરવાનો આનંદ રહે. અગત્યના કામકાજ અંગેની મિલન-મુલાકાતમાં સાનુકૂળતા રહે.

કુંભ : આપે તન-મન-ધનથી-વાહનથી સંભાળીને શાંતિથી દિવસ પસાર કરી લેવો. સામાજિક-વ્યવહારિક કામમાં આપે સાવધાની રાખવી.

મીન : માનસિક પરિતાપ-વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. રાજકીય-સરકારી કામકાજ થાય.

– અગ્નિદત્ત પદમનાભ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here