કાર્તિક છઠના પાવન અવસરે લોકસભા નાં દંડક તેમજ વલસાડ ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્રારા વલસાડ જીલ્લા ના સંજાણ ગામ, ભિલાડ, દમણગંગા તટ વાપી ખાતે છઠ પૂજા સેવા સમિતિ – દ્વારા આયોજિત પવિત્ર છઠ પૂજામાં ઉપસ્થિત રહીને સમાજના આગેવાનોને મળીને સર્વેને છઠ પૂજાની શુભકામનાઓ પાઠવી અને સર્વના મંગલ માટે પ્રાર્થના કરી.
વાપી, ભિલાડ, તથા સંજાણ ખાતે છઠ્ઠ પુજા સમિતિ દ્રારા માન. સાંસદ શ્રી ધવલભાઈ પટેલ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
આ પ્રસંગે ઉમરગામ ના ધારાસભ્ય શ્રી રમણલાલ પાટકર, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી દિલીપભાઈ ભંડારી, ડીવાએસપી શ્રી દવે સાહેબ, આયોજન સમિતિના શ્રી રવિન્દ્ર પાંડે, શ્રી વિપુલ સિંહ, શ્રી અમનભાઈ, શ્રીમતિ સુનિતા તિવારી સહિત મોટી સંખ્યામાં છઠ્ઠ મૈયાના ઉપાસકો ઉપસ્થિત રહ્યા હતા