ગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ

0
21

Dry day in Tapi District: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી અમલી છે. દારૂ વેચવા અને પીનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં 20મી નવેમ્બરે તાપી જિલ્લામાં ડ્રાય ડે જાહેર કરાયો છે. હાલ આ જાહેરનામાની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

મળતી માહિતી અનુસાર, 20મી નવેમ્બરે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. તેના ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે આવેલા તાપી જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર. આર.બોરડે જાહેરનામુ પ્રસિદ્ધ કર્યું છે. જેમાં તાપી જિલ્લાને મહારાષ્ટ્રની ચૂંટણીના મતદાન દરમિયાન 48 કલાક સુધી ડ્રાય ડે જાહેર કર્યો છે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધી છે. ત્યારે તાપી જિલ્લા અધિક મેજિસ્ટ્રેટ દ્વારા આ જાહેરનામું બહાર પાડતા તેની ચારેબાજુ ચર્ચા થઈ રહી છે.

અધિક જિલ્લા મેજીસ્ટ્રેટની સ્પષ્ટતા

સમગ્ર બાબતે વિવાદ વકરતા તાપી-વ્યારાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર બોરડનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે, ‘અમને ઉપરના અધિકારીઓએ કહ્યું હોવાથી આ રીતનું નોટિફિકેશન બહાર પાડ્યું છે’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here