આજના સમયમાં સોશિયલ મીડિયાને કારણે લોકોની પ્રાઈવસી જોખમમાં આવી ગઈ છે. તમે ક્યાંય જાઓ તો ખબર પણ ન પડે કે કોણ ક્યાંથી છુપાઈને તમારો વીડિયો બનાવી લે. હવે કપલ્સ માટે પબ્લિક પ્લેસમાં મળવું પણ મુશ્કેલ થઈ ગયું છે. એટલે જ હવે કપલ્સ હોટેલમાં આરામથી મળે છે, બેસે છે, વાતચીત કરે છે અને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે.
મોટા શહેરોમાં કપલ્સને હોટેલ બુક કરવામાં કોઈ તકલીફ નથી થતી. જો કપલ પરણેલું હોય તો નાના શહેરોમાં પણ તેમને કોઈ મુશ્કેલી નથી પડતી. પરંતુ જો કપલ અણપરણિત હોય તો નાના શહેરોમાં તેમને મુશ્કેલી થાય છે. હોટેલવાળા તેમને રૂમ નથી આપતા.
અણપરણિત કપલ માટે કોઈ અલગ નિયમ છે?
જો તમે અણપરણિત છો અને તમારી ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ સાથે હોટેલમાં રૂમ બુક કરવા જાઓ છો, તો કોઈ અલગ નિયમો નથી. જો હોટેલમાં રૂમ ખાલી હોય તો તમારે માત્ર રૂમની માંગણી કરવાની છે. હોટેલવાળા માત્ર અણપરણિત હોવાના કારણે ના નથી પાડી શકતા.
અણપરણિત કપલ્સ માટે કોઈ અલગ નિયમો નથી બનાવવામાં આવ્યા. જો હોટેલવાળા રૂમ આપવાની ના પાડે તો તે તમારા મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે અને તમે તેની ફરિયાદ કરી શકો છો. જોકે, જો કપલમાંથી કોઈ 18 વર્ષથી નાની ઉંમરનું હોય તો હોટેલવાળા રૂમ આપવાની ના પાડી શકે છે.
આ કારણે ના પાડી શકાય છે
હોટેલમાં રૂમ લેવા માટે તમારે વેલિડ આઈડી પ્રૂફ જમા કરાવવું પડે છે. આઈડી પ્રૂફથી તમારી ઓળખ અને ઉંમરની ચકાસણી થાય છે. પરંતુ ઘણા લોકો પોતાની ઓળખ છુપાવવા માટે આઈડી પ્રૂફ આપવાની ના પાડે છે. જો તમે આવું કરો તો પછી તમે અણપરણિત હો કે પરણેલા, હોટેલવાળા રૂમ આપવાની ના પાડી શકે છે.
શું પોલીસ અણપરણિત કપલને પકડી શકે છે?
અણપરણિત કપલનું હોટેલમાં રૂમ બુક કરીને સમય વિતાવવું કોઈ ગુનો નથી. 18 વર્ષથી મોટી ઉંમરનો કોઈપણ નાગરિક ભારતમાં પોતાની મરજીથી જીવન જીવવાનો હકદાર છે. જો પોલીસ હોટેલમાં આવીને પૂછપરછ કરે અને ઘરવાળાનો નંબર માંગે, તો તમારે નંબર ન આપવો જોઈએ. તમે પોલીસને તમારી આઈડી બતાવી શકો છો. આ સ્થિતિમાં પોલીસ તમારી સાથે કંઈ કરી શકતી નથી.
Author : gujarati.abplive.com