ગુજરાતના ક્યા ઉચ્ચ પોલીસ અધિકારી હોટલમાં મહિલા પોલીસો સાથે કરતા હતા પાર્ટી ને ઝડપાઈ ગયા ? કોણ કોણ પકડાયું ?

0
178

અમદાવાદઃ રાજસ્થાનમાં ચાલી રહેલી રેવ પાર્ટીમાં પોલીસે દરોડો પાડતાં ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારી અને 9 મહિલા પોલીસ સહિત 24 લોકો ઝડપાયાં હતાં. આ પૈકી મોટા ભાગના ગુજરાતના છે. એક ખાનગી હોટલમાં રેવ પાર્ટી ચાલી રહી હતી ત્યારે પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસે તમામ 24 લોકોની ધરપકડ કરી છે. રેવ પાર્ટીમાં ઝડપાયેલા ગુજરાતના ઉચ્ચ પોલીસ અધિકારી દીપક હરીશભાઈ ભટ્ટ ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે રાજસ્થાનના હલ્દીઘાટી વિસ્તારમાં આવેલા ખમનેર ગામ નજીક શાહીબાગમાં એક હોટેલમાં ચાલી રહેલી રેવ પાર્ટી પર સ્થાનિક પોલીસે દરોડો પાડતાં ગુજરાત સીઆઈડી ક્રાઇમમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અધિકારી અને નવ મહિલા સહિત કુલ 24 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા હતા.

આ ઘટના અંગે ખમનેરના પોલીસ ઇન્સ્પેક્ટર નવલકિશોર ચૌધરીએ જણાવ્યું હતું કે, હોટેલના રૂમમાંથી ત્રણ પેટી બિયર અને દારૂ પણ કબજે કરવામાં આવ્યો હતો. પોલીસની સમજાવટ છતાં પણ નશામાં ઝૂમતા લોકોએ ભારે હોબાળો મચાવી દીધો હતો. આ કારણે રાજસ્થાન પોલીસે તમામ 24 સામે શાંતિ ભંગના ગુના હેઠળ ધરપકડ કરી છે. પોલીસે હોટેલના સંચાલકની પણ ધરપકડ કરી છે. પકડાયેલા પૈકી મોટા ભાગના ચરોતરના છે.

ખમનેરમાં યોજાયેલી પાર્ટીમાં જેમની ધરપકડ કરાઈ છે તેમાં હોટેલ સંચાલક મદનલાલ રમેશચંદ્ર ધાકડ (જૂની બાવલ, નીમજ મધ્ય પ્રદેશ), સીઆઈડી ક્રાઈમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર દીપક હરીશભાઈ ભટ્ટ (ઓફિસર બંગલો, આણંદ), મોરબીના રમેશ પટેલ, નવસારીના રમણિકલાલ પટેલ, ઉદયપુરના ઉદયલાલ જાટ, ઉજ્જૈનના દિવ્યેશ બલઈ, આણંદના ધ્રુમિન પંડ્યા, આણંદ લાંભવેલના ભૂમિતકુમાર પટેલ, બોરસદના પરાગ પટેલ, આણંદના હર્ષિલ પટેલ, કુબેરનગરના પ્રદીપ ચતુર્વેદી, નરોડાના કાર્તિક પટેલ, આણંદના વિપુલ પટેલ, આણંદના અતુલ પટેલ, લાંભવેલના યતીનકુમાર પટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 9 મહિલાની પણ ધરપકડ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here