શહીદોના આપ્તજનોનું સન્માન કરવા માટે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમ યોજાયો

0
174

જીએનએ અમદાવાદ:

“આઝાદીનો અમૃત મહોત્સવ” 2022ના ભાગરૂપે “શહીદો કો શત શત નમન” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ યોજવાનો મૂળ ઉદ્દેશ શહીદોના આપ્તજનોનું સન્માન કરીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરવાનો અને શૌર્યવાન શહીદોએ આપેલા સર્વોચ્ચ બલિદાનને યાદ કરવાનો છે.

ભારતની સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠને યાદગાર બનાવવા માટે, NCC ગુજરાત, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ નિદેશાલયના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ દ્વારા 26 જાન્યુઆરી 2022ના રોજ યોજાયેલી પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન શહીદોના આપ્તજનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન, શહીદ સિપાહી મોજિન્દ્ર વિજય શાંતિલાલ, શૌર્ય ચક્ર અને ગનર (GD) વિદ્યા કિશોર બારબલ, સેના મેડલના આપ્તજનો તેમજ ગુજરાત રાજ્યના અન્ય શૌર્યવાન જવાનો કે જેમણે ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે તેમના આપ્તજનોએ NCCના અધિકારીઓ, સ્ટાફ અને કેડેટ્સ સાથે મુલાકાત કરી હતી. આદરણીય પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરી તેને અનુરૂપ અહીં “કૃતજ્ઞતા તક્તિ” રજૂ કરીને શહીદો પ્રત્યે દેશની કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. શહીદો માટે રજૂ કરવામાં આવેલી “કૃતજ્ઞતા તક્તિ”ની NCC દ્વારા વીડિયોગ્રાફી કરવામાં આવી હતી અને યુટ્યૂબ ચેનલ પર તેનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.

આ અભિયાન હેઠળ દરેક શહીદોના પરિવારજનોને NCC કેડેટ્સ દ્વારા સમગ્ર દેશમાં “કૃતજ્ઞતા તક્તિ” અર્પણ કરવામાં આવશે. આ મુશ્કેલ અને ભગીરથ કાર્ય 26 જાન્યુઆરી 2022ના રોજથી શરૂ થશે અને 15 ઑગસ્ટ 2022ના રોજ પૂરું કરવામાં આવશે.

ad

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here