ભાભરના EVM ખુલ્યા અને ભાજપની હારનું ‘સ્વરૂપ’ જીતમાં બદલાયું, જુઓ શું હતો વાવનો ખેલ

0
21

વાવ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની જીત થઈ. પરંતુ આજે શનિવારે મતગણતરીના છેલ્લા ત્રણથી ચાર રાઉન્ડ ભાજપ-કોંગ્રેસ માટે શ્વાસ અદ્ધર કરી દે તેવા રહ્યા હતા. છેલ્લી ત્રણ ઓવરમાં જાણે કે રનનો ટારગેટ પૂરો કરવાનો હોય અને મેચમાં રસાકસી સર્જાઈ હોય તેવી સ્થિતિ જોવા મળી હતી. સવારે મતગણતરી શરૂ થઈ ત્યારથી 15થી 16માં રાઉન્ડ સુધી એવું જ લાગતું હતું કે, કોંગ્રેસ બાજી મારી જશે.

ભાભરના EVM ખુલ્યા અને ભાજપની હારનું ‘સ્વરૂપ’ જીતમાં બદલાયું, જુઓ શું હતો વાવનો ખેલ

વાવમાં ભાજપની જીત પર શું બોલ્યાં પાટીલ?

વાવ બેઠક પર જીત બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કહ્યું કે, ‘કોંગ્રેસે જ માવજીભાઈને અપક્ષમાં ઉભા રાખ્યા, ત્રિપાખીયો જંગ ઉભો કરી કોંગ્રેસને જીતાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ કોંગ્રેસના એ તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા. લોકોને વિકાસમાં રસ છે.’

વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપની જીત બાદ સી.આર. પાટીલે કહ્યું કે, ‘આ બેઠક પર ભાજપે જીત મેળવી છે. અપક્ષે કોંગ્રેસને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, એમણે કહ્યું કે, પાટીલનો પાવર ઉતારી દઉં… પણ આ ભારતીય જનતા પાર્ટીનો પાવર આજે જોવા મળ્યો છે. આ જીત અત્યંત મહત્ત્વની હતી. કેટલાક આ મતદાન સંઘોને પોતાની જાગીર સમજીને બેઠા હતા, તેમને જડબેસલાક જવાબ આપ્યો છે. લોકસભાની ચૂંટણીમાં હારમાંથી અમે શીખ મેળવી હતી.’

મારી જીત નક્કી હોવાથી મોડો આવ્યોઃ સ્વરૂપજી ઠાકોર

વાવ વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન સ્વરૂપજીને 17માં રાઉન્ડ પહેલા કેમ ન દેખાયા એવું પૂછતાં તેમણે જવાબમાં કહ્યું કે, ‘મારી જીત પાક્કી હતી એટલે મોડો આવ્યો, મને લોકો પર વિશ્વાસ હતો કે તેઓ મને જીતાડશે.’

‘વાવ’ના પાણી શરૂઆતથી જ કોંગ્રેસ માટે ઊંડા, સ્વરૂપજીની જીત પાછળ માવજીભાઈનો મોટો ખેલ!

વાવમાં ભાજપનું કમળ ખીલ્યું

વાવ પેટાચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,176 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,734 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,195 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,442 મતથી વિજય થયો છે. નોંધનીય છે કે નોટામાં પણ 3360 મત પડ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here