દુઃખદ સમાચાર :પૂરપાટ દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતા ફંગોળાઈ, 5 ડૉક્ટર્સના મોતથી સન્નાટો પ્રસર્યો

0
41

Uttar Pradesh Accident News | ઉત્તરપ્રદેશના કન્નૌજથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર પૂરપાટ ઝડપે દોડતી કાર ડિવાઈડર સાથે ભટકાતાં હવામાં ફંગોળાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગોઝારો હતો કે મિની પીજીઆઈ સૈફઈમાં તહેનાત પાંચ ડૉક્ટરો મૃત્યુ પામી ગયા હતા. લખનઉમાં એક લગ્ન સમારોહમાં હાજરી આપીને આ ડૉક્ટરો પાછા ફરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે.

કારનું કચ્ચરઘાણ વળી ગયું

ઘટનાની જાણ થતાં જ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. તાત્કાલિક ધોરણે રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કારનું કચ્ચરઘાણ વળી ગયું હતું. અત્યારે કારમાંથી શબ કાઢવા માટે મથામણ ચાલી રહી હોવાની જાણકારી મળી રહી છે.

Ad:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here