ગુજરાત બોર્ડરના ગામો મેઘવાળ, મધુબન, નગર અને રાયમલને દાદરા નગરમાં સમાવી લેવાના સમાચાર વહેતા થયા છે. જે મામલે મધુબન જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
દાદરા નગર હવેલી માં સામેલ થવાથી હાલની જમીન અને ઘર જતા રહેશે તો બેઘર બનવું પડશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માટે આદિવાસી સમાજની જમીન સંપાદન કરવામાં આવી હતી એ પરિસ્થિતિ નું નિર્માણ થઈ શકશે એ પણ ભય ચારે તરફ ચર્ચા ચાલી રહી છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં (Union Territory) આવેલા ગુજરાત બોર્ડરના ગામો મેઘવાળ, મધુબન, નગર અને રાયમલ દાદરા નગરમાં સમાવી લેવાના સમાચાર વહેતા થયા છે. જે મામલે મધુબન જૂથ ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે.
સ્થાનિક ગામના લોકોનું કહેવું છે કે અમને ગુજરાત સરકારે તમામ સુવિધા આપી છે. જ્યારે DNH માં સામેલ થવાથી હાલની જમીન અને ઘર જતા રહેશે તો બેઘર બનવું પડશે. જો કે વર્ષો પહેલા પછાતપણું અનુભવી કરેલી માંગ હવે ગામના વિકાસ બાદ આફત સમાન બની છે.
ગુજરાતના આ 4 ગામના લોકોને ભૂતકાળની માંગ હવે આફત બનીગામલોકોમાં વિરોધનો સૂર ઉઠ્યોવલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સરહદથી (Villages near Gujarat Border) જોડાયેલ મધુબન, રાયમલ ગ્રામ પંચાયત સંઘપ્રદેશમાં સામેલ કરવાની વર્ષો જૂની માંગ ઉઠી છે.
આગામી 28મી જાન્યુઆરીએ ગોવામાં યોજાનાર વેસ્ટર્ન કાઉન્સિલ સ્ટેન્ડિંગ કમિટી (Western Council Standing Committee) મીટિંગમાં નિર્ણય લેવાય તેવી માહિતી બાદ ગામલોકોમાં વિરોધનો સૂર ઉઠ્યો છે.
ગામલોકોનું કહેવું છે કે અમારે ગુજરાતમાં રહેવું છે. અને આ અંગે કલેકટર, રાજ્ય પ્રધાન, મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરી આંદોલન કરીશું.
ગુજરાત સરકારે દ્વારા અહીં જીવન જરૂરિયાત તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સંપૂર્ણ આદિવાસી સમાજ ધરાવતા આ વિસ્તારમાં એક સમયે પ્રાથમિક સુવિધાનો અનેકગણો અભાવ હતો. તેને લઈને સંઘપ્રદેશની સરહદે આવેલા મેઘવાળ, મધુબન, રાયમલ અને નગર ગામ પૈકી મેઘવાળ ગામના લોકોએ ગામને સંઘપ્રદેશમાં સમાવવા રજૂઆત કરી હતી. વર્ષો જૂની આ માંગ સાકાર થાય તે પહેલાં ગુજરાત સરકારે અહીં પાયાની તમામ સુવિધાઓ પુરી પાડી ગામમાં વિકાસ થયો છે. ત્યારે, ભૂતકાળની એ માંગ હવે ગામલોકો માટે આફત બની છે.
ગામના 80 ટકા લોકોને સંઘપ્રદેશમાં સમાવિષ્ટ કરવા મામલે વિરોધમધુબન જૂથ ગ્રામ પંચાયત હેઠળ આવતા મધુબન, રાયમલ અને નગર ગામની અંદાજીત વસ્તી 3500 આસપાસ છે. ગામના 80 ટકા લોકો હાલ સંઘપ્રદેશમાં સમાવિષ્ટ કરવા મામલે વિરોધ કરી રહ્યા છે.
આ અંગે ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્ય અને ગ્રામજનોનું કહેવું છે કે, વર્ષો પહેલા આ ગામના અસલી વસવાટના સ્થળ દમણગંગા જળાશય હેઠળ મધુબન ડેમ બનાવવામાં આવ્યો છે. અને ગામના લોકોની જમીન સંપાદન કરી હતી.
મોટાભાગનો વિસ્તાર ગુજરાત ફોરેસ્ટ હસ્તકનો હાલમાં ગામના લોકો કાંઠા વિસ્તારની ફાળવેલી જમીનમાં (Boundary of Valsad district) ખેતી કરે છે. વસવાટ કરે છે. રોજગારી માટે નદીમાં મચ્છીમારી કરી ગુજરાન ચલાવે છે. અહીંનો મોટાભાગનો વિસ્તાર ગુજરાત ફોરેસ્ટ હસ્તકનો છે. હવે જો આ ગામોને દાદરા નગર હવેલીમાં સમાવી લેવામાં આવ્યા બાદ પ્રશાસન આ જમીન હસ્તગત કરી લે તો ગામ લોકો બેઘર બની રોજગાર થી વંચિત થઈ જશે.પાણી, લાઈટ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણની તમામ સુવિધાઓ
આ ઉપરાંત ગામલોકોને અન્ય પ્રશ્નો પણ મુંઝવી રહ્યા છે. જેમ કે ગામોનો સંઘપ્રદેશમાં સમાવેશ કરવામાં આવ્યા બાદ તેમના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, જમીનના દસ્તાવેજ વગેરે અંગે જેવા નિર્ણય લેવાશે. આ બધું ગુજરાત રાજ્યનું છે તો તેને સંઘપ્રદેશમાં કઈ રીતે બદલાવી શકે. બીજું એક સમયે વિકાસથી વંચિત આ ગામમાં હાલ સંઘપ્રદેશના ગામ કરતા પણ વધુ સારો વિકાસ ગુજરાત સરકારે કર્યો છે. પાણી, લાઈટ, રસ્તા, આરોગ્ય અને શિક્ષણની તમામ સુવિધાઓ તેમને મળી રહી છે. એટલે ગામ લોકો ગુજરાત સાથે જ નાતો જાળવી રાખવા માંગે છે.ઉકેલ નહીં આવે તો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી
ઉલ્લેખનીય છે કે વર્ષો પહેલા વિકાસથી વંચિત ગામ લોકોએ કરેલી માંગ હવે ફળીભૂત થઈ રહી હોવાના ભણકારા વાગતા ગામલોકો તેને આફત સમાન ગણી વિરોધ કરી રહ્યા છે. ગામલોકોને એવી પણ દહેશત છે
ગામની જમીન હસ્તગત કર્યા બાદ જેમ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આદિવાસીઓ સાથે ગેરવર્તણૂક થઈ રહી છે. તેમ અહીં પણ ટૂરિઝમ ઉભું કરશે તો ગામલોકોએ ઘર વિહોણા અને રોજગારથી વંચિત થવું પડશે.
હાલ આ અંગે જરૂર પડ્યે વલસાડ કલેકટર, સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પ્રધાનો, ગુજરાતના મુખ્ય પ્રધાન સુધી રજૂઆત કરશે અને તેનો ઉકેલ નહિ આવે તો આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી
Ad…
उदवाड़ा में 1 BHK फ्लैट @5,555/- EMI
उदवाड़ा में 1 BHK फ्लैट @ 5,555/- EMI
हाईवे और रेलवे स्टेशन से 2 मिनट की दूरी पर
Call : 7862070103