73 મા પ્રજાસત્તાક પર્વે રાષ્ટ્રીય પરેડમાં ગુજરાતના ટેબ્લોની રજૂઆતથી રાજપથ આદિવાસી ક્રાંતિવીરોના કેસરી રંગે રંગાયો

0
180

ભારતના 73 મા પ્રજાસત્તાક પર્વે નવી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રાજપથ પર પરેડ નિહાળી રહેલી જનમેદનીએ ગુજરાતના ટેબ્લોને તાળીઓના લાંબા ગડગડાટ સાથે વધાવી લીધો હતો.

ઉત્તર ગુજરાતના પાલ-દઢવાવમાં 7 મી માર્ચ 1922ના દિવસે અંગ્રેજ ઓફિસર એચ.જી.સરર્ને કરના કાયદાનો વિરોધ કરવા એકત્ર થયેલા આદિવાસી નાગરિકો પર ગોળીબારનો આદેશ આપી દીધો હતો. 1200 જેટલા આદિવાસીઓ શહીદ થઈ ગયા હતા. જલિયાંવાલા બાગ કરતાં પણ ભીષણ હત્યાકાંડની શતાબ્દીનું આ વર્ષ છે. ગુજરાત સરકારના માહિતી ખાતાએ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોની આ કથાને ટેબ્લોના માધ્યમથી ઉજાગર કરી હતી.

પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર ગૌરવભેર રજૂ થયેલા ગુજરાતના 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં આદિવાસી નાગરિકો જેને ‘કોલીયારીનો ગાંધી’ કહે છે તે મોતીલાલ તેજાવતનું સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ પ્રેક્ષકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નના સ્ટેચ્યુ અને આદિવાસી નાગરિકોના સ્ટેચ્યુની કલાત્મકતા, 6 અન્ય કલાકારોના જીવંત અભિનય તથા લાઈટ ઇફેક્ટસ અને સ્મોક મશીનથી એ દિવસની ઘટના આબેહૂબ તાદ્રશ્ય થઈ હતી.સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન અને લોકબોલીના ગાયન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક અમદાવાદના જાણીતા સંગીતકાર નિશિથ મહેતાએ તૈયાર કર્યો હતો. ગુજરાતના આ ટેબ્લોના નિર્માણની કામગીરી અમદાવાદના જાણીતા કલાકાર સિધ્ધેશ્વર કાનુગાએ સંભાળી હતી.

AD..

વન વગડો રિસોર્ટ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે
સુવિધા અને પ્રવૃતિ
– એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ
– વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા
– બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન
– ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં
– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…

9638621585

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here