ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા શંકરસિંહ વાઘેલાના કોંગ્રેસમાં જોડાવવાની ચર્ચા શરુ

0
189

  • પોણા ત્રણ દાયકાથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતાઓ દ્વારા જૂના જોગીઓને પાછાલાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે
  • પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે જાહેર મંચ ઉપરથી શંકરસિંહના ભરપેટ વખાણ કરતા ચર્ચા
  • અગાઉ પણ પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા ત્યારે ચર્ચાઓ થઇ હતી .

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, ત્યારે સ્વાભાવિક રીતે જૂના સાથીઓ અને રાજકીય પક્ષોને યાદ આવતા હોય છે. આ સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ એક જાહેર મંચ પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શંકરસિંહ વાઘેલાની કામગીરીને યાદ કરીને તેમના વખાણ કર્યા હતા. જેના લીધે શંકરસિંહ વાઘેલાને પુનઃ કોંગ્રેસમાં
પરત લાવવાની ચર્ચાઓ વહેતી થઇ ચૂકી છે.

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ જાણીતા ચહેરાઓને શરણે જઈ રહ્યા હોય તેવી સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. જેને લઈને પોણા ત્રણ દાયકાથી
સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના નેતાઓ દ્વારા જૂના જોગીઓને પાછાલાવવાની કવાયત હાથ ધરવામાં આવી રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ગુજરાતમાં છેલ્લા પોણા ત્રણ દાયકા જેટલા સમયથી કોંગ્રેસ સત્તાથી દૂર રહી છે. ત્યારે આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પૂર્વે જાણીતા ચહેરાઓ કોંગ્રેસ તરફી કરવા માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા અત્યારથી પ્રયાસો આરંભી દેવામાં આવ્યા છે. આ બાબતની પ્રતીતિ અમદાવાદ શહેરના કાંકરિયા વિસ્તારમાં (બુધવારે) યોજાયેલા એક કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા એક મંચ ઉપર ઉપસ્થિત છે તેનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શંકરસિંહ વાઘેલાના ભરપેટ વખાણ કરતાં જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર સાથે અનેક નેતાઓ હાજર હતા, ત્યારે જગદીશ ઠાકોરે એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો હતો. જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલાના ભરપૂર વખાણ કરીને ઉપસ્થિત તમામ લોકોને વિચારતા કરી દીધા હતા. જાહેર મંચ પરથી જગદીશ ઠાકોરનો શંકરસિંહ વાઘેલા પ્રત્યેનો પ્રેમ ઉભરાતા ઉપસ્થિતસૌ કોઈને પ્રથમ તો કંઈ સમજાયું જ નહોતું. જગદીશ ઠાકોરે શંકરસિંહ વાઘેલાના વખાણ કરતા જણાવ્યું હતું કે,સંઘર્ષ એટલે શંકરસિંહ બાપુ અને બાપુ એટલે સંઘર્ષ. જાહેર જીવનનો બાપુને ખૂબ બહોળો અનુભવ છે. બાપુએ કોંગ્રેસના પ્રમુખપદના કાર્યકાળમાં બનેલા શક્તિ દળની પણ પ્રશંશા કરીહતી. આ ઉપરાંત ઠાકોરે જણાવ્યું હતું કે,હું બિમાર પડ્યો ત્યારે પણ બાપુને જઈને તૈયાર થયો છું. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શંકરસિંહ વાઘેલા અંગેના આ નિવેદન બાદ કોંગ્રેસ પક્ષના નેતાઓ અને કાર્યકરોમાં અનેક તર્ક વિતર્કો ઉદભવ્યા છે. જગદીશ ઠાકોરના આવા નિવેદનના કારણે એક ચર્ચા ફરીથી વહેતી થઈ રહી છે

વિધાનસભાની આગામી ચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાને પુનઃ કોંગ્રેસમાં લાવવા માટે આવું નિવેદન કરવામાંઆવ્યું હોય તેવું લાગી રહ્યું છે. આ અગાઉ પણ કોંગ્રંસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ અવાર નવાર શંકરસિંહ
વાઘેલાને મળી ચૂક્યા હતા. ત્યારે પણ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં પુનઃલાવવા માટેની ચર્ચાઓ ચાલી હતી. જોકે, પરિણામ તો શૂન્ય જ રહ્યું હતું.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here