ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારીઓ આરંભવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ચાર દિવસની ગુજરાતની મુલાકાતે આવી ચૂકયા છે. ત્યારે શર્માએ જણાવ્યું હતું કે, જો શંકરસિંહ વાઘેલા,
નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે તો તેમનું સ્વાગત કરવામાં આવશે. જો તેઓ જોડાવવા ઈચ્છતા હશે તો કોંગ્રેસનું મોવડી મંડળતે અંગે નિર્ણય લેશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના ૧૦ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ પક્ષ દ્વારા આળસ ખંખેરીને ચૂંટણીને લઈને કામગીરી આરંભી દીધી છે. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બન્યા બાદ જગદીશ ઠાકોર દ્વારા પક્ષના સંગઠનને મજબૂત બનાવવા માટે કાર્યકરોમાં જોમ અને
જુસ્સો ભરવામાં આવી રહ્યો છે. એટલું જ નહિ
જગદીશ ઠાકોર દ્વારા કોંગ્રેસમાં પાટીદાર અન્ય સમાજની વોટબેક્રને મજબુત કરવાનો પ્રયાસો શરુ કરી દેવાયા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા પણ આજથી ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.ગુજરાત આવી પહોંચ્યા બાદ પ્રદેશ પ્રભારી રધુ શમએ એક સૂચક નિવેદન કર્યું છે કે, પીઢ
નેતા અને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા,ખોડલ ધામના ચેરમેન નરેશ પટેલ કે ‘પાસના નેતા અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં આવે તો તેમનું હાદિક સ્વાગત છે. નરેશ પટેલ પાટીદાર સમાજના મોટા નેતા છે. બંને તરફથી ચર્ચાઓ ચાલી રહી છે. નજીકના દિવસોમાં આ અંગે પરિણામ મળશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી. જો કે રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, શંકરસિંહ વાધેલા, નરેશ પટેલ કે પછી અલ્પેશ કથીરિયા જે કોઈ કોંગ્રેસમાં આવવા ઈચ્છતા હશે તો તેમનું હાર્દિક સ્વાગત છે. જો કે આ અંગેનો નિર્ણય કોંગ્રેસનું મોવડી મંડળ નિર્ણય કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.