વલસાડ જિલ્લા સમસ્ત ગુજરાત બ્રહમસમાજના પ્રમુખ અને મોટાપોંઢા કોલેજના નિવૃત આચાર્ય બી.એન.જોષીના મોટા ભાઇ નાનાલાલ નરસિંહભાઇ જોષી(ઉ.વ.87 મુળ દુદાણા જિ.ભાવનગર) નું નિધન થયુ છે. પારડી પંચવટી એપાર્ટમેન્ટમાંથી તેમની નિકળેલી અંતિમયાત્રામાં મુંબઇ,સુરત સહિચ વલસાડ જિલ્લાના બ્રહમસમાજના આગેવાનો હાજરી શ્રધ્ધાંજલિ આપી હતી. સમગ્ર ગુજરાતમાંથી શોક સંદેશ આવી રહ્યો છે. સરકારની કોરોના ગાઇડલાઇનના પાલન સાથે 4,5 ફેબ્રુઆરી પારડી પંચવટી ખાતે કૌટુંબિક વિધિ રાખવામાં આવી છે. મૃતક સ્વ. નાનાલાલ જોષીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. વધુ માહિતી માટે 9825132181 ,9157386211 પર સંપર્ક કરવા એક અખબારયાદીમાં જણાવ્યું હતું.