Photo from SAMBHAV SANDESH

0
142

રાજ્યની મહિલાઓને રોજગારી પુરી પાડવા રાજ્ય સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે મહિલા સશક્તિકરણના ભાગ રૂપે સખી મંડળોના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારની બહેનો રોજગારી મેળવી રહી છે

અરવલ્લી જિલ્લાના પ્રાંતવેલ ગામની સખીમંડળની બહેનોએ મત્સ્ય ઉદ્યોગ દ્વારા આવી જ અનોખી કામગીરી કરી છે

105 હેકટરના તળાવમાં મીઠા પાણીની માછલીઓના સીડ ઉછેરી સારી આવક મેળવે છે

સરકારશ્રીના મત્સ્ય ઉછેર વિભાગમાં ૦.૩૫ રૂપિયામાં એક સીડ મળે છે,જેનો ભાવ હાલ બજારમાં ૧ કિલોગ્રામના આશરે ૧૪૦ રૂ. સુધી હોય છે

ગત વર્ષે રાજ્ય સરકાર તરફથી ટ્રાઈબલ સબપ્લાનમાથી રૂ.૩,૦૦,૦૦૦ ની ગ્રાન્ટ આપવામાં આવી અને કેશ-ક્રેડિટ દ્વારા રૂ.૧,૦૦,૦૦૦ લોન આપવામાં આવી જેમાથી તળાવની ક્ષમતાને આધારે રાહુ, કટલા અને મ્રિગલના ૬ લાખ સીડ્સ લાવવામાં આવ્યા
સખીમંડળની બહેનો દ્વારા ચાલુ વર્ષે રૂ.૩,૫૦,૦૦૦ ની ફિશનું વેચાણ કરવામાં આવ્યું. પ્રાંતવેલ સખીમંડળની આ કામગીરીથી અનેક સખીમંડળોને પ્રોત્સાહન મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here