વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકાનો 586 કરોડ રૂપિયા નો ખર્ચ અસ્ટોલ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટ કામમાં થઈ રહી છે અનેક ક્ષતિઓ

0
169
  • ધરમપુર અને કપરાડા તાલુકાના 175 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં યોજના. 175 ગામમાં કપરાડા તાલુકાના 125 ગામના 816 ફળીયા અને ધરમપુર તાલુકાના 50 ગામોના 212 ફળીયાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાંની યોજના
  • અધિકારી ઓની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે પાણી પુરવઠા અંતર્ગત થઈ રહેલા કામોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પર પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધરમપુર અને કપરાડા તાલુકાને પીવાનું પાણી પૂરું પાડવા માટેની અસ્ટોલ પાણી પુરવઠા યોજનાનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રોજેક્ટ પાછળ 586 કરોડ રૂપિયાનો ખર્ચ આ પ્રોજેક્ટ કયારે પૂરો થશે ?

કપરાડા તાલુકા માટે 586 કરોડની અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના મોટા ઉપાડે સરકારે શરૂ કરી હતી. પરંતુ હજી સુધી એની કામગીરીની ખૂબ મંથર ગતિએ ચાલી રહી છે. જેના કારણે કપરાડા તાલુકાના ગામોની પાણીની સમસ્યા ઠેરની ઠેર જ સાબિત થઇ છે.

આ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માટે વલસાડની જીવાદોરી સમાન મધુબન ડેમમાંથી પાણીને પમ્પિંગથી લિફ્ટ કરી. મહાકાય પમ્પિંગ સ્ટેશનો પરથી પાણીને પમ્પ કરી ધરમપુર અને કપરાડા તાલુકાના 175 ગામોમાં પીવાનું પાણી પૂરું પાડવામાં યોજના. 175 ગામમાં કપરાડા તાલુકાના 125 ગામના 816 ફળીયા અને ધરમપુર તાલુકાના 50 ગામોના 212 ફળીયાને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં ની યોજના આદિજાતિ વિસ્તારમાં નલ સે જલ અન્વયે ભારત સરકાર તરફથી મળેલી ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ થાય તેવું ગુજરાત સરકાર આયોજન પણ કર્યુ છે.

કપરાડા અને ધરમપુર તાલુકા થઈ રહેલા કામો અધિકારી ઓની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે પાણી પુરવઠા અંતર્ગત થઈ રહેલા કામોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પર પાઇપલાઇન નાખવામાં આવી રહી છે. ભવિષ્યમાં માર્ગનું નવીનીકરણ વખતે એ પાઇપલાઇન નું શું થશે. હાલમાં રસ્તોઓ બદતર હાલત થતા વાહન ચાલકોની કફોડી સ્થિતિ બની છે.ઘણા સમયથી સરકાર ની વાસમો પાણી પુરવઠા વિભાગ અને અસ્ટોલ પાણી પુરવઠા દ્વારા હાલમાં દરેક ગામોમાં કામો ચાલી રહ્યા છે. ગ્રામજનોની જાગૃતિનો આભવ સરપંચ ની અજ્ઞાનતા ને લઈને કામોમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી રહી છે.હાલમાં અસ્ટોલ પાણી પુરવઠા ની યોજના અંતર્ગત થઈ રહેલા કામો જે કામો થઈ રહ્યા છે જેમાં પાણીની ટાંકી બનાવવામાં આવી છે જેમાં બાંધકામ ગુણવત્તા વગર છે. બાંધકામ પછી પાણી પણ નાખવામાં આવતું નથી .એવી અનેક ટાંકી ઓ જોવા મળે છે .ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન નું જે પણ કામ ચાલી રહ્યું એમાં વાસમો અને અસ્ટોલ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યા છે. જેમાં ટાંકી માં પાણી પહોંચાડવા નું કામ અસ્ટોલ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર છે. ટાંકી થી ઘર સુધીના નળ માટે વાસમો દ્વારા કોન્ટ્રાક્ટર કામ કરે છે. એક કામ માટે બે વખત ખોદકામ કરવું પડે છે. ગામમાં વારંવાર ખોદકામ કરવામાં આવે છે એ કામ સરકારી રોડ પર કરવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટર જી સી પી દ્વારા કરવામાં આવે છે ખોદકામ પોતાની સરળતા રહે એ રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ખોદકામ ની કોઇ મંજૂરી આપવામાં આવી નથી.દોઢ મીટર પછીખોદકામ કરવાનું હોઈ છે. હાલમાં ફકત રોડ ટચ અગર એક ફૂટ ખોદકામ કરવામાં આવે છે.કોન્ટ્રાક્ટર પોતાના કામની સરળતા રહે તે માટે રોડ પર ખોદકામ કરી પાઇપલાઇન નાખવામાં આવે છે. સરકારના ધારાધોરણ મુજબ ખોદકામ અને ઉંડાઇ હોઈ છે. વહીવટી તંત્રની લાપરવાહી હાલમાં જે ખોદકામ રોડ પકડીને અને ઉંડાઇ ફકત 1 થઈ 2 ફૂટની હોઈ છે. જેની યોગ્ય તપાસ કરવામાં આવે એ પણ જરૂરી છે.લાખ્ખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા ઓ ખરાબ થઈ ગયા છે. ચોમાસામાં અનેક વાહનો ગરકાવ થયા હોવાનું જોવા મળે છે. આપણે જોઈ રહ્યા છે જે કામો કરવામાં આવી રહ્યા છે એવા કામોથી અનેક મુશ્કેલીઓ થઈ રહી છે જેની સામે આ પાણી પુરવઠાની યોજના નું પાણી મળશે ?

કલ્પસર અને મત્સ્યોદ્યોગ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજયમંત્રી જીતુભાઇ ચૌધરી દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે લોકોની માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here