- વલસાડ સિંચાઈ વિભાગના ચેકડેમ કોઝવે R & B ને આપી દેવામાં આવ્યા છે. જેની સંપૂર્ણ જવાબદારી R & B હોવાનું જણાવ્યું છે. એ.ડી.પટેલ વલસાડ સિંચાઈ વિભાગ
- R & B નો સંપર્ક કરતા જણાવ્યું કે અમારી જવાબદારી રોડ ડામર લેવલની છે. ડેમની કોઈપણ જવાબદારી નથી.ભવિનભાઈ પટેલ ડીઇઈ R & B પારડી
વલસાડ જિલ્લાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારોમાં નદીઓ પર કરોડો રૂપિયાના ખર્ચે સરકારી ચેકડેમ અને ચેકડેમ કમ કોઝવે બનાવવામાં આવ્યા છે. આ ચેકડેમોના નિર્માણનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન આવેલા પાણીનું સંગ્રહ કરીને તેને જમીનમાં રિચાર્જ કરાવવો હતો. પરંતુ તંત્રની બેદરકારી અને બગડેલા સ્ટ્રક્ચરલ મેન્ટેનન્સના કારણે આ ચેકડેમો હાલ બિનઉપયોગી બન્યા છે.
જર્જરિત સ્થિતિ: દરવાજા ગાયબ અને મરામત અધુરી
પારડી તાલુકાના મુખ્ય ચેકડેમો જેવી કે ચીવલ, અરનાલા, ગોયમા, અને સુખાલા નિશાના જેવા સ્થળો પર ચેકડેમોની હાલત દયનીય છે. ચીવલ ઘોલ ફળિયા કોલક નદી પરના ચેકડેમના દરવાજા ગાયબ છે. આ કારણે નદીમાં પાણીનું રિચાર્જ થતું નથી અને પાણી નદીમાંથી સીધું આગળ વહેતી જતું રહે છે.
(ફાઇલ ફોટો કોલક નદી પર જૂન 2023)
અરનાલા પાટી કોલક નદી પર મે-જૂન 2023 દરમિયાન આ ચેકડેમની રીપેરીંગ માટે અંદાજિત રૂપિયા 5 લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. બાંધકામની નીચેપાણી લીકેજ માટે રિપરે કરવામાં આવ્યું હતુ. કોઝવે પર રોલિંગ નાખવામાં હતી. જોકે આ કામ માત્ર વરસાદની મોસમ સુધી જ ટકી શક્યું અને ફરીથી ચેકડેમ કોઝવે પર રોલિંગ તૂટી ગઈ.
તંત્રની લાપરવાહી અને જવાબદારીનો અભાવ
સિંચાઈ વિભાગના ચેકડેમ હવે માર્ગ મકાન વિભાગ (R&B)ને સોંપી દેવામાં આવ્યા છે. પરંતુ R&B દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે તેમની જવાબદારી માત્ર માર્ગોને મરામત કરવાની છે, ચેકડેમનું રિચાર્જ અને જળસંગ્રહ તેમનો કાર્યક્ષેત્ર નથી. સિંચાઈ વિભાગ અને R&B વચ્ચેના આ વિવાદના કારણે સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
(ચીવલ ધોલ ફળિયા)
ખેડૂતોની મુશ્કેલી: પાણી વગર કફોડી સ્થિતિ
નદીઓના તળિયે પાણીના સ્તર નીચે ઉતરી જતા હવે બોરવેલથી પણ પૂરતું પાણી મળતું નથી. ચોમાસા પછીની શિયાળાની મોસમમાં પાણીનો અભાવ દ્રષ્ટિગોચર થયો છે, જે ઉનાળામાં વધુ ગંભીર સ્થિતિ દર વર્ષે ઊભી થાય છે. આસપાસના ગામોના સેકડો ખેડૂતો ખેતી માટે પાણી પર નિર્ભર છે.
જળસંગ્રહના અભાવના પરિણામો
1. ભૂગર્ભ જળનું ખિસકાળુ સ્તર:
કોલક નદી પરના બિનઉપયોગી ચેકડેમના કારણે પાણી જમીનમાં રિચાર્જ થતું નથી. આ કારણે નદી અને બોરવેલમાં પાણીના સ્તર ઘટાડો થઈ રહ્યો છે.
2. ઉત્પાદન ક્ષમતા પર અસર:
ખેડૂતોએ પાણીના અભાવે શિયાળુ પાક ઉગાડવા મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આથી આગામી ઉનાળામાં આર્થિક નુકસાન વધવાની ભયાવહ શક્યતા છે.
3. લોકોની ચિંતા અને નિવેદનો:
વિસ્તારના લોકોએ વારંવાર મરામતની માંગણી કરી છે, પરંતુ સિંચાઈ વિભાગ અને અન્ય તંત્રના અધિકારીઓ દ્વારા કાન પૂરી દેવાતા નથી.
સમાધાન માટેના ઉપાયો
તાત્કાલિક મરામત:
બગડેલા દરવાજા બદલવા અને લીકેજ બંધ કરવા માટે તાત્કાલિક મરામત કરવામાં આવવી જોઈએ.
જવાબદારી નિર્ધારણ:
સિંચાઈ વિભાગ અને R&B વચ્ચેની જવાબદારી સ્પષ્ટ કરવામાં આવવી જોઈએ.
લાંબા ગાળાના નીતિગત પગલાં:
ચેકડેમોના માળખાગત સ્તરે મજબૂત પગલાં લેવામાં આવે અને દર વર્ષે નીત્ય મરામત માટે નાણાકીય ફાળવણી કરવામાં આવે.
ભવિષ્ય માટે ચિંતાઓ
હાલમાં પ્રાથમિક મરામત ન થતાં ચેકડેમો માત્ર ખંડેર બની રહ્યા છે. જો આ પ્રાથમિક પગલાં ન લેવાય, તો 2025ના ઉનાળામાં જળસંકટની ગંભીર સ્થિતિ ઊભી થાય તેમ છે. અહીંનો મુખ્ય પ્રશ્ન એ પણ છે કે, ચેકડેમ બને પછી તેની રક્ષા અને જાળવણીની જવાબદારી સરકારી તંત્રની છે કે સ્થાનિક ગ્રામપંચાયતની?
આજ સુધીની સ્થિતિ તંત્રના ગાંડપણ અને બેદરકારીને દેખાડે છે. જો સરકાર અને સ્થાનિક તંત્ર આ પરિસ્થિતિ પર યોગ્ય પગલાં ન લે, તો ભૂગર્ભ જળ સ્તરની તકલીફ અને જમીન પરના ખેતી કાર્યોને હાનિ ભવિષ્યમાં અણધાર્યું તણાવ લાવી શકે છે.