ગાંધી મુલ્યો કે ચરિત્રનું સાચું મુલ્યાંકન થાય છે ખરી

0
193

ચિંતનની ક્ષણે 📝
– ફાલ્ગુની વસાવડા – ભાવનગર

હે ઇશ્વર
આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર
સાષ્ટાંગ પ્રેમ પ્રણામ. આજે ૩૦ જાન્યુઆરી નો દિવસ
છે, અને સૌને બહુ સ્વાભાવિક રીતે ઇતિહાસની એ
ગોઝારી ઘટના યાદ આવી જાય. ૧૯૪૮નીસાલની૩૦ જાન્યુઆરી નો દિવસ સાંજના ૦૫:૧૭ નો સમય અને દિલ્હીના બિરલા હાઉસ ના કમ્પાઉન્ડમાં બનેલી એ ઘટના દરેક ભારતીયને આજે પણ કંપાવી જાય છે,
એ જ બતાવે છે કે તેમની માટે રાષ્ટ્રપિતા ગાંધીજીનું શું
મૂલ્ય હતું.દરેક કાળમાં માનવીએ સમયનીજરૂરિયાતને સમજીને અમુક નિર્ણયો લેતો હોય છે,અને આગળ જતાં એ મૂલ્યો બદલાઈ જાય,એટલે એ વ્યક્તિ સાચી ખોટી સાબિત થતી હોય છે, તેમતે સમયને લઈને પણ અમુક દ્વિધાઓ આજે આપણને દેખાય, પણ ચરિત્ર ની દ્રષ્ટિએ આટલું શુદ્ધ અને સાત્વિક ચરિત્ર એ પછી ભારતીય સંસ્કૃતિમાં જોવા મળ્યું નથી

ભારતીય શું કામ આખા વિશ્વમાં આટલું શુદ્ધ અને સાત્વિક ચરિત્ર એ પછી કોઈનું થયું નથી.આજે ગાંધીજીને સૌ કોઈ પોતાની રીતે શ્રદ્ધાંજલિ આપશે, એને યાદ કરીને કઈ કેટલાયે પ્રોગ્રામો થશે,તેની પ્રતિમા અને તેની તસવીરો ઉપર હાર ચડશે,રાજનેતાઓ મોટા મોટા ભાષણો કરશે, પણ એથી શું ગાંધી ચરિત્ર કે તેના જીવનનું મૂલ્ય થઈ શકે ખરું?એવો કોઈ પ્રશ્ન થાય, અથવા તો એવો પ્રશ્ન થાય કે આજના સાંપ્રત સમયમાં ગાંધી પર્યાપ્ત છે? તો જવાબ છે,કે શું કામ નહીં!અત્યારે આપણે એજ પરિસ્થિતિનો શિકાર બન્યા છીએ, અને જો આપણે આ પરિસ્થિતિ માંથી બહાર આવવું હોય તો ગાંધી મુલ્યો જ આપણે ને રાહ ચીંધી શકે. ગાંધી મુલ્યો વિશે તેમજ તેમના અગિયાર મહાવ્રત વિશે આપણે ચિંતનમાં બહુ વિસ્તૃત વાત કરી જ છે, છતાં આજે આપણે ચિંતનમાં એ વિશે વાત કરી ગાંધી મૂલ્યોને ફરી પાછા ઉજાગર કરવાની કોશિશ કરીશું.

ઇતિહાસના એ પાનાઓ ખોલીયે તો એ સમયે
આપણા દેશ પર બ્રિટિશરોએ હકુમત જમાવી હતી,
અને દેશને ગુલામ બનાવ્યો હતો. આજે બરાબર એવી
જ પરિસ્થિતિ ફરી પાછી આવીને ઊભી રહી છે, પરંતુ
દેશ ગુલામ નથી બન્યો, દેશવાસી આધુનિકતા કે પછી
વિદેશી સંસ્કૃતિના ગુલામ બનતો જાય છે, અને એને
કારણે ભારતીય સંસ્કૃતિનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે
કે ત્યારે દેશ પર હકુમત હતી, અને આજે દેશવાસીઓના માનસ પર વિદેશી સંસ્કૃતિની પકડ
વધતી જાય છે, અને આશ્ચર્યની વાત તો ત્યાં છે કે
આધુનિકતા કે ફેશન ને નામે આ વાતને ખપાવી, અને
કોઈનામાં પણ તેનાં હોવાનો કે સાચા સોના જેવા
સંસ્કાર ખોવાયા છે તેનો રંજ દેખાતો નથી, એટલે એમ
કહી શકાય કે ત્યારે આપણી સામે નક્કર વાસ્તવિકતા
હતી, અને એ સમયે દેશવાસીઓમાં ફક્ત એકજ
જુનૂન હતું કે દેશને આઝાદ કરવો, જ્યારે આજે
આપણે વાસ્તવિકતા જાણતા હોવા છતાં, તેનાથી મોટું
મરડી રહ્યા છીએ. એટલે કે આપણા માનસ પર અન્ય
સંસ્કૃતિ નો કબજો થતો જાય છે, એ વાતથી આપણે સૌ વાકેફ છીએ. છતાં એ સનાતન મૂલ્યો નું ધોવાણ થતું અટકાવી શકાતું નથી, જે કદાચ એ સમય કરતાં પણ વધુ ખરાબ પરિસ્થિતિ છે એમ કહી શકાય.એ સમયે દેશવાસીઓ માં સ્વતંત્રતા કે આઝાદી નું જુનૂન ઉભું કરવા માટે કદાચ એક ગાંધી પર્યાપ્ત હતાં, પરંતુ આજે એક એક ભારતીય માટે એક એક ગાંધી જોઈએ એવી પરિસ્થિતિ ઉભી થઈ છે, અને તો
જ એ મુલ્ય ફરી પાછા ઉજાગર થાય, માટે આત્મ
ચિંતન કરવું બહુ જરૂરી બની ગયું છે. અત્યારે કદાચ
એ સમયે કરતા વધુ વિકાસ થઇ ગયો છે, અને ભારતની ૮૦% પ્રજાને પ્રમાણમાં વિઘાનનો ઘણી લાભ મળી રહ્યો છે, એવો અંદાજ માનીને ચાલીએ, તો આપણને દેખાય કે અત્યાધુનિક જીવન જીવતા હોવા છતાં, એવું શું ગુમાવ્યું છે કે આપણું મન સતત અશાંત રહે છે, અને એં પરમ શાંતિ માટે અથવા તો ક્ષણિક નહીં પરંતુ કાયમી શાંતિ અને આનંદની ખોજમાં અહીં તહીં ભટકે રાખે છે. કહેવાતા બધા જ સુખ સાધનો આજે મોટાભાગના પાસે ઉપલબ્ધ છે, અને લોકો તેને ભોગવી પણ રહ્યા છે, છતાં પણ જીવનમાં કંઈક ખૂટતું હોય તેવું લાગે છે, અને એ છે જીવનમૂલ્યો ખૂટી ગયા છે એનો અફસોસ!
જીવનમૂલ્યો ને બરકરાર રાખવા હોય જીવનમાં
સાચી શાંતી, અને સાચા આનંદને પ્રાપ્ત કરવા પડે,અને
સાંચી શાંતિ કે સાચો આનંદ તો ગાંધી મૂલ્યો વગર કેમ
મળે! એ જીવન મુલ્યો જીવનમાં ખૂબ જ ઉપયોગી છે,
અને લગભગ બધા જ આ વાત જાણે છે, કે સત્ય,
અહિંસા, અને કરુણા ના પ્રચારક એવાં આપણા
રાષ્ટ્રપિતા ગાંધી એ જીવનભર આ વ્રતોનું પાલન કર્યું
હતું. એમણે બતાવેલા ૧૧ મહાવ્રતો વિશે પણ આપણે
ચિતન માં વાત કરી ચૂક્યાં છીએ, અને માત્ર એક વ્રત
જીવનમાં અપનાવવા થી પણ જીવનમાં ખરેખર સાચી
શાંતી અને આનંદનો અનુભવ થાય છે, અને એ વાત
પણ ૧૦ કે ૨૦ ટકા દરેક જણા જાણે પણ છે, છતાં
તેનો કાયમી પ્રયોગ શું કામ નથી થતો. એ વાત જરા
મૂંઝવે છે. આજે કળીયુગ પરાકાષ્ઠાએ છે એટલે માની
લ્યો કે લોકો વધુ પડતા ભોગી બની રહ્યા છે, કારણ કે
ભોગ એ લાલાયિત સુખ તરફ લઈ જતો માર્ગ છે, અને
સુખ કોને ન જોઈતું હોય! પરંતુ એ જ સુખ પાછળથી
દુઃખમાં તબદીલ થઇ શકે છે, એ વાતને નજરઅંદાજ અને ગરીબ વધુને વધુ ગરીબ થતાં જાય છે. એટલે
સીધી રીતે કહી શકાય કે આપણે રામરાજ્ય થી વધુ ને
વધુ દૂર થતાં જઈ રહ્યા છીએ, અને એટલે જ દરેકને
પહેલા નાં પ્રમાણમાં રાતની નીંદ કદાચ આરામથી
આવતી નથી, તેમજ દિવસે સુખ ચેન પણ મળતું નથી.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને નામે ઓળખાતા
એ ભદ્ર પુરુષ એટલે કે મોહનદાસ કરમચંદ ગાંધી એ
વર્ણની દ્રષ્ટિએ વણિક હતાં છતાં તેમનો જીવનમંત્ર રામ હતો, એટલે બહુ સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે, એવું શું કામ? રામરાજ્યની પરિકલ્પના એ તેમનું એક સ્વપ્ર હતું, એટલે રામને તેમણે જીવન ચરિત્રમાં આત્મસાત કર્યા હતાં, મર્યાદાપુરૂષોત્તમ શ્રીરામ ના દરેક ગુણ, તેમણે પોતાના જીવનમાં ઉજાગર કર્યા, અને ભગવાન શ્રીરામ ની જેમ એમનું જીવન પણ ખૂબ ગહન ઉંડાઈ અને ઉંચાઈ ધરાવે છે, જેને જાણવું કે પચાવવું એ દરેકનાં બસની વાત નથી. પરંતુ આજે પણ આપણે એને માનપૂર્વક યાદ કરીએ છીએ, એ એ રીતે તે લોકપ્રિયતા પામ્યા હતા. એમણે પોતાનાં જીવનમાં ભારતીય વૈદિક શાસ્ત્ર નો ખુબ અભ્યાસ કર્યો, ભારતમાં માનવામાં આવતા કે અપનાવવામાં આવતાં દરેક ધર્મગ્રંથોનો પણ તેણે અભ્યાસ કર્યો,આ ઉપરાંત બાઇબલ અને કુરાન જેવા ધાર્મિક ગ્રંથોનો પણ તેમણે અભ્યાસ કર્યો, અને કહ્યું કે દરેક ધર્મએ માનવતા જ શીખવે છે, અને એટલે જ એમણે સર્વધર્મ પ્રાર્થનાની શરૂઆત કરી. આ પરથી કહી શકાય કે તેમના અંતરમાં દરેક ધર્મો માટે ખૂબ જ માન હતું, અને
દરેકને માન-સન્માન આપવું એ જ તો હિંદુ સંસ્કૃતિ છે.
એટલે કે અતિથિ દેવો ભવઃ, એમ મહેમાન ને માન
આપી શકાય, પરંતુ કાયમી રીતે એને ઘરમાં રાખી ન
શકાય, કાયમ તો પોતાનું હોય એ જ સ્વીકાર્ય હોવું
જોઈએ, અને શું નથી આપણી પાસે? આપણે પાસે
અઢળક હતું, એટલે તો કોઈ આપણી પર રાજ્ય કે
હકુમત કરવા અહી ખેંચાયું હતું, એ વાત કેમ ભૂલી
જઈએ છીએ. આપણી ભૂમિ મહાન છે,આપણો દેશ
મહાન છે, આપણી સંસ્કૃતિ મહાન છે,આપણી બૌદ્ધિકતા મહાન છે, આપણો હિન્દુ સનાતન ધર્મ મહાન છે, આપણી ભાષા મહાન છે, આર્યુવેદ જેવો મહાન ગ્રંથ આપણી પાસે છે, અને સૌથી વધુ તો કેટલાય બુદ્ધ પુરુષ તેમજ વીરના બલિદાન આ સંસ્કૃતિ ની રક્ષા માટે અપાયાં છે, એ યાદ કરી આપણે આજે ગાંધીજી સાચા હતાં કે ખોટા એ વિવાદમાં પડ્યા વગર, એના જીવન મુલ્યો માંથી એકાદ ને પ્રયોગ ખાતર અપનાવી જોઈએ, અથવા તો થયેલીએ ભૂલનાં પ્રાયશ્ચિત રૂપે દરેક જણ ફક્ત એક દિવસ એમણે ચીંધેલા માર્ગ પર ચાલે, તો જ એ રાષ્ટ્ર પિતા ને સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે,બાકી ઉપરછલ્લું હાર પહેરવાં કે ખાદી પહેરી ને ફોટો પોસ્ટ કરવા એ બધું જ ક્ષણિક ભાવ છે. જ્યારે ગાંધીજી શું કામ આ જીવન મુલ્યો પર ભાર મુકતા હતાં? એ તો એને અપનાવવા થી જ અનુભવી શકાય.આપણે સૌ આઝાદીના આટલા વર્ષો પછી પણ, એમણે બતાવેલા રામરાજ્ય સુધી શું કામ પહોંચી શક્યા નથી?એ હવે કદાચ સૌ કોઈને સમજાઈ ગયું હશે! અને માનસમાં ઘર કરી ગયેલી એ વિદેશી સંસ્કૃતિને જ્યાં સુધી દેશવટો નહીં આપીએ, ત્યાં સુધી આપણે આપણી સંસ્કૃતિનું મૂલ્ય નહીં કરી શકીએ. તો સૌ કોઈ આપણી સંસ્કૃતિનું મૂલ્ય કરી શકે, અને ફરી એ ગાંધી મૂલ્યોને જીવનમાં સ્થાપી, અને જીવન જીવીએ, જેથી રામરાજય સુધી પહોંચી શકીએ, એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી, હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું. ફરી મળીશું નવા ચિંતન મનન સાથે, તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

Ad…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here