કપરાડા તાલુકાના સુખાલા ગામે આદિવાસી ધોડિયા અર્જુન કુળ પરિવારની કારોબારી બેઠક યોજાઈ, જેમાં આગામી સ્નેહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સ્નેહ સંમેલન 23 ફેબ્રુઆરી 2025ના રોજ યોજાશે, અને તેને સફળ બનાવવા માટે વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી.
સમાજને મજબૂત બનાવવા માટે ચર્ચાઓ
કારોબારી બેઠકમાં અર્જુન કુળ પરિવારના પ્રમુખ નિવૃત અધિક કલેક્ટર શ્રી જે.ડી. પટેલે સમાજના વિકાસ માટે શૈક્ષણિક પ્રગતિને પ્રાથમિકતા આપવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સમાજના વિદ્યાર્થીઓ માટે સન્માન કાર્યક્રમો અને જરૂરિયાતમંદ પરિવારોને મદદરૂપ થવા માટે પ્રતિક્રિયાત્મક પગલાં લેવાય તે જરૂરી છે.
જનની હોસ્પિટલ, ધરમપુરના ડૉ. ચંદ્રકાંત પટેલે સમાજમાં સંઘઠનની મહત્તાને ઉજાગર કરી અને જણાવ્યું કે કુરિવાજોને દૂર કરી સમાજના યુવાનોને પ્રગતિ માટે પ્રોત્સાહિત કરવું જરૂરી છે.
સમાજમાં આવશ્યક સુધારાઓ
બેઠકમાં ખાસ કરીને લગ્ન અને મૃત્યુ પ્રસંગોની વિધિઓમાં થતી અતિશય ખર્ચને ઘટાડવા પર ચર્ચા કરવામાં આવી. સંમેલનમાં સામેલ મહાનુભાવોએ મત આપ્યો કે લગ્ન વિધિઓમાં મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી થવી જોઈએ અને વિધિ નક્કી સમય મર્યાદામાં પુરી થવી જોઈએ.
મહાનુભાવો દ્વારા સૂચન કરવામાં આવ્યું કે આ પ્રકારના સંમેલનોના માધ્યમથી સમાજના નિયમોને વધુ આધુનિક બનાવવા અને સમય સાથે ફેરફાર કરવા માટે લોકોમાં જાગૃતિ લાવવામાં મદદ થશે.
સમાજમાં જવાબદારી સોંપવાની પણ ચર્ચા થઈ. તેમ જ શિક્ષણ પ્રત્યે યુવાનોમાં રસ વધે તે માટે પ્રોત્સાહનાત્મક કાર્યક્રમો યોજવા પર ભાર મૂકવામાં આવ્યો.
આગામી સંમેલન માટે તૈયારી આ સ્નેહ સંમેલનમાં વિવિધ મંત્રીઓ અને આગેવાનોને આમંત્રણ આપવામાં આવશે અને તેમાં સમાજની સમસ્યાઓના નિરાકરણ માટે નીતિગત ચર્ચા થશે. કારોબારી સભ્યોએ સંમેલનને સફળ બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું
આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના તમામ વર્ગોને સાથે લઈ તેમનો સર્વાંગી વિકાસ કરવાનું છે. 23 ફેબ્રુઆરીના સ્નેહ સંમેલનથી સમાજના નવા દિશા સૂચન સાથે કારોબારી સભ્યોએ બેઠક પૂર્ણ કરી.સમાજના અગ્રણીઓ માટે જે.ડી. પટેલ પરિવાર દ્વારા પ્રિતી ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી હતી.
Ad..