મહારાષ્ટ્ર: આદિવાસી એકતા પરિષદ ૩રમું આદિવાસી સાંસ્કૃતિક એકતા મહાસંમેલન ૧૩-૧૪-૧૫ જાન્યુઆરી ૨૦૨૫ યોજાશે !

0
116

આલેખન : અર્ધનારી પાયલ રાઠવા માનવ અધિકાર કાર્યકર્તા રાજકોટ ગુજરાત

આપણે સૌ જાણીએ છીએ કે, આશરે ૧૪ અબજ વર્ષ પહેલાં બ્રહ્માંડનું સર્જન થયું. આશરે ૪.૭૧ અબજ વર્ષ પહેલાં સૂર્યમંડળની રચના થઈ, જેમાં આપણો ગ્રહ એટલે કે “પૃથ્વી” સૂર્યમાં થી છૂટી પડી. પૃથ્વીને ઠંડી પડતાં આશરે ૧.૫ અબજ વર્ષ થયાં. આ પૃથ્વી પર આશરે ૨.૫ અજબ વર્ષ પહેલાં પાણીમાં એકકોષી જીવ “અમિબા” અસ્તિત્વમાં આવ્યો. ત્યાર બાદ ઉત્ક્રાંતિનાં વિવિધ તબક્કાઓ થકી અનેક બહુકોષીય જીવો બન્યા અને તેઓ કુદરતમાં થતા ફેરફાર સાથે અનુકુલન સાધીને એક યા બીજા સ્વરૂપે પોતાનું અસ્તિત્વ ટકાવતાં આવ્યાં છે. માનવ સમાજની વાત કરીએ તો આપણે આજથી લગભગ ૭૦ લાખ વર્ષ પહેલાં વાનરમાંથી “આદિમાનવ” તરીકે અસ્તિત્વમાં આવ્યાં. જેમાંથી વર્તમાન બૌધિક માનવ (હોમો સેપિયન્સ સેપિયન્સ) તરીકે છેલ્લા ૪૫ હજાર વર્ષથી આ ધરતી પર અસ્તિત્વ ધરાવીએ છીએ.

માનવ સમાજે આદિમાનવની અવસ્થાથી શરૂ કરીને અત્યાર સુધી અનેક વ્યવસ્થાઓ વિકસાવી. આ વિકાસના મુખ્યત્વે સાત આયામો છે (૧) અગ્નિની શોધ (આશરે ૨૦ લાખ વર્ષ): જેનાથી ખોરાકને રાંધતા શીખ્યાં. માનવ સમાજ માટે શિકાર, ઠંડી તથા હિંસક પ્રાણીઓ સામે રક્ષણ, અંધારામા પ્રકાશ તેમજ ઓજારો બનાવવાનું સરળ થયું. (૨) ખેતીની શોધ (આશરે ૧૦ હજાર વર્ષ) : જેનાથી સ્થિર જીવનની શરૂઆત થઈ. પરિવાર, ગ્રામ, સમાજ, વેપાર તેમજ નગર અને રાજય વ્યવસ્થાની શરૂઆત થઈ. (૩) સંસ્થાગત ધર્મ (આશરે ૫ હજાર વર્ષ ) : આસ્થા માટેની વ્યવસ્થા. (૪) વિજ્ઞાનની વિવિધ શોધો (સતરમી સદી): બુધ્ધિ અને તર્ક દ્વારા જીવનને સરળ બનાવવું. (૫) ઔઘોગિકક્રાંતિ (અઢારમી સદી) : જેમાંથી વ્યાપાર અને પૂંજીનું મહત્વ વધ્યું. (૬) આધુનિક રાજય વ્યવસ્થા (અઢારમી સદી): જેના થકી સ્વતંત્રતા, સમાનતા, બંધુતા અને સામાજીક ન્યાયનાં મૂલ્યો માટે આઝાદી મળી. (૭) ડિજીટલ વ્યવસ્થા (વીસમી સદી) : જેનાથી વિશ્વ સાથે જોડાણ કરીને માનવનો સ્વ (પોતાના) સાથેનો દ્વંદ્વ, માનવ-માનવ વચ્ચેનો દ્વંદ્વ તથા માનવ અને પ્રકૃતિ વચ્ચેનો દ્વંદ્વ ખતમ કરી શકાય.

આ તમામ વ્યવસ્થાઓ માનવ જીવનને વધુ સરળ બનાવવા માટે હતી. પરંતુ, આ વ્યવસ્થાઓને લઈને અનેક ભેદભાવો વાળી નવી જ સમસ્યાઓ અસ્તિત્વમાં આવી. જેનાથી માનવ-માનવ વચ્ચે વ્યાપક અસમાનતાઓ ઊભી થઈ. સાથે-સાથે વ્યકિતવાદી, ભોગવાદી, ભૌતિકવાદી તથા વર્ચસ્વવાદી માનસિકતા વ્યાપક બનતાં કમજોર વ્યકિતઓની સાથે સાથે પ્રકૃતિનું પણ અમર્યાદ દોહનની શરૂઆત થઈ. વિજ્ઞાન અને ટેકનોલોજી થોડાક લોકોનાં હાથમાં હોવાથી સમગ્ર વિશ્વની રાજયસત્તા તેમજ તમામ વ્યવસ્થાઓ મુઠ્ઠીભર લોકોનાં હાથમાં આવી ગઈ. જેના કારણે સમગ્ર વિશ્વમાં વર્ણભેદ, વર્ગભેદ, લિંગભેદ, રંગભેદ, ભાષા-સંાંસ્કૃતિક ભેદ, રાજકિય-પ્રાદેશિક ભેદ, આર્થિક-સામાજીક ભેદ જેવા ભેદભાવોના પરિણામે કોઈક ને કોઈક ખૂણે સતત અરાજકતા અને યુધ્ધનો માહોલ સર્જાયેલો જ રહે છે. બીજી તરફ પ્રકૃતિના અમાપ દોહનથી “જલવાયુ પરિવર્તન’ ની સ્થિતિએ ગંભિર સ્વરૂપ ધારણ કર્યું છે. છેલ્લા ૧૦ હજાર વર્ષ થી એટલે કે ખેતીની શોધ થઈ ત્યારથી લઈને અત્યાર સુધી વાતાવરણ સ્થિર રહેતુ આવ્યું હતું અને આટલા વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં ૧ ડીગ્રી સે. થી પણ ઓછો વધારો થયેલો હોવાને કારણે સૃષ્ટિનાં મોટા ભાગનાં જીવોએ એક યા બીજી રીતે અનુકૂલન સાધીને સહઅસ્તિત્વ થકી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખ્યું છે. પરંતુ ઔધોગિકરણ તથા મૂડીવાદી વ્યવસ્થા વ્યાપક બનતાં છેલ્લા ૧૦૦ વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં લગભગ ૧.૪ ડીગ્રી સે. નો વધારો થયો છે. આ ઝડપી વધારાની સાથે મોટા ભાગના સજીવો માટે અનુકૂલન સાધવું ખૂબજ કઠીન છે. આપણી સૃષ્ટિમાં ઉત્સર્જિત થતા ૨૦૦૦ કરોડ મેટ્રિક ટન પ્રતિ વર્ષ કાર્બનડાયોકસાઈડ ને શોષવાની ક્ષમતા છે. જેની સામે આપણા વિકાસના કાર્યક્રમો થકી આપણે પ્રતિ વર્ષ લગભગ ૪૦૦૦ કરોડ મેટ્રિક ટન કાર્બનડાયોકસાઈડનું ઉત્સર્જન કરીએ છીએ. જો માનવ સમાજ આ જ ગતી થી તથા આ જ પ્રકારે વિકાસ કરશે તો આવતા એકાદ દશકમાં જ જલવાયુ પરિર્વતનની માઠી અસરોના કારણે વૈજ્ઞાનિકોના તારણો મુજબ આ ધરતી પરથી લગભગ ૧૦ લાખ જેટલી સજીવ પ્રજાતિ લુપ્ત થઈ જશે. આમ પણ આધુનિક ખેતીના નામે વિશ્વમાં હાઈબ્રીડ બીયારણો, રાયાયણીક ખાતરો તથા જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે આવી વનસ્પતિઓમાં જલવાયુ પરિર્વતન સામે ટકવાની ક્ષમતા દિવસે-દિવસે ઘટી રહી છે. જેના કારણે આ સૃષ્ટિના તમામ જીવોના આહારનો આધાર એવી વનસ્પતિ સૃષ્ટિનું અસ્તિત્વ સામે સંકટ ઉભુ થયું છે.

વળી, આ પ્રકારની ખેતીથી ઉત્પાદીત થયેલ ખોરાકનો ઉપયોગ કરવાથી માનવ સમાજને અનેક પ્રકારની જીવલેણ બિમારીઓ તથા વંધ્યત્વ જેવી ગંભીર સમસ્યાઓ ઉભી થઈ છે. તેમાંયે માનવ સમાજે IVF થી બાળકો પેદા કરવું પડે છે અને બીજી તરફ માનવ કલોનીંગ કરીને ઈચ્છા મુજબના માણસો તૈયાર કરવાની તથા આર્ટીફીસીયલ ઈન્ટીલીજન્સી (Al) દ્વારા માનવોના વિકલ્પો તૈયાર કરવાની દિશામાં જે રીતે આગળ વધી રહ્યાં છીએ તે ખુજબ ગંભીર બાબત છે. આ ઉપરાંત આધુનીક ટેકનોલોજીના કારણે પ્રકૃતિના તત્વો માંથી બનતા વસ્ત્રોના બદલે વિવિધ રાસાયણીક પ્રક્રિયાઓથી વસ્ત્રો બનાવવામાં આવે છે, આપણા મુળ વાધ્યોને બદલે ડિજીટલ ઉપકરણો આવવાથી સંસ્કૃતિનું મૂળ સ્વરૂપ પણ વિનાશને આરે આવી ને ઊભું છે. ખનન, વિકાસના વિવિધ પ્રકલ્પો માટે જળ, જંગલ, જમીન તેમજ ખનીજનું અમર્યાદ દોહન તેમજ કારખાનાઓને કારણે થતા જલવાયુ પરિવર્તનથી આ ધરતી ઉપરનાં વિવિધ પ્રદેશોનાં પશુ, પક્ષી, કીટકો, વનસ્પતિઓનાં તેમજ માનવ બીજ (જૈવિક વૈવિધ્યતા)ને તથા સાંસ્કૃતિક વૈવિધ્યતાને બચાવી લેવા ખુબ જરૂરી છે.

(UNO) દ્વારા થયેલ “પૃથ્વી પરિષદ’માં વિશ્વના આદિવાસી -બિનઆદિવાસી કર્મશીલોની રજુઆત પછી વિશ્વ સમાજે સ્વિકાર્યુ કે આદિવાસી જીવન શૈલી, જીવન મૂલ્યો તેમજ જીવન દર્શન તરફ સૌએ વળવું પડશે. આદિવાસી એકતા પરિષદ છેલ્લા ૩૨ વર્ષથી આદિવાસી સંસ્કૃતિ, કલા, હુન્નર, ઓળખ, એકતા, અસ્મિતા, ઈતિહાસ, પર્યાવરણ સુરક્ષા તેમજ સરળતા, સહજતા, સંવેદનશીલતા, સામુહીકતા, સહઅસ્તિત્વ, સત્ય, અહિંસા, પ્રેમ, દયા, કરૂણા જેવા માનવ મુલ્યોને લઈને સમગ્ર વિશ્વના આદિવાસી તેમજ ગેરઆદિવાસીઓ વચ્ચે વૈચારિક આંદોલન ચલાવી રહ્યું છે. જેના ભાગ રૂપે દર વર્ષની તારીખ ૧૩-૧૪-૧૫ જાન્યુઆરી ના રોજ અલગ અલગ રાજયોમાં “આદિવાસી સાંસ્કૃતિ એકતા મહાસંમેલન”નું આયોજન કરતું આવ્યું છે. આ વર્ષનું ‘આદિવાસી સાંસ્કૃતિ એકતા મહાસંમેલન” પાનખેડા (પિંપલનેર), તા. સાક્રી, જી. ધુલિયા (મહારાષ્ટ્ર) ખાતે રાખવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here