અમદાવાદ સિવિલના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસમાં ૨૧૧ તરુણોએ કરાવ્યું રસીકરણ.

0
258

જીએનએ અમદાવાદ:

અમદાવાદ સિવિલ મેડિસીટીની સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૨૮ દિવસની અંદર ૨૧૧ તરુણોએ કોરોનાની રસીનો ડોઝ મેળવ્યો છે.

આજે પહેલી ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ૧૫થી ૧૭ ની વયના તરુણો માટે કોરોનાની રસીનો બીજો ડોઝ આપવાનો પ્રારંભ થયો છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્ર માં પણ તરુણોએ ઉત્સાહભેર રસીના બંને ડોઝ સંપન્ન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે , ૩ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી ૧૫ થી ૧૭ વયના તરુણો માટે કોરોના રસીકરણ અભિયાનનો અમદાવાદ જિલ્લામાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here