સુરત પલસાણામાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના પોલીસ દ્વારા એક આરોપી ધરપકડ !

0
67


રાજ્યમાં વધુ એક વાર શર્મસાર કરતી ઘટના સુરતના પલસાણાના એક ગામમાં બની છે,જેમાં બાળકી રમતી હતી અને તે દરમિયાન નરાધમ તેને ઉપાડીને લઈ જઈ દુષ્કર્મ આચરે છે,માતા- પિતા નોકરી ગયા હતા તે સમયે આ ઘટના બની હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે,સમગ્ર ઘટનામાં પોલીસે દુષ્કર્મને લગતો ગુનો નોંધીને વધુ તપાસ કરી છે અને એક આરોપીની ધરપકડ પણ કરી છે.

સીસીટીવીની તપાસ કરતા તેમાં હવસખોર કેદ થયો

વાલીએ ઘટનાની ગંભીરતા સમજી તરત કડોદરા પોલીસને જાણ કરી હતી. કડોદરા વરેલી ગામ ખાતે તાબડતોડ ઘટના સ્થળે પહોંચી અને આસપાસના વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આસપાસ વિસ્તારમાં સીસીટીવીની તપાસ કરતા તેમાં હવસખોર કેદ થયો હતો. જેમાં ઘરની બહાર રમતી બાળકીને ફોસલાવી ઉઠાવીને લઈ જતો દેખાય છે અને આજ કડી પોલીસને નરાધમ આરોપી સુધી પહોંચવા મદદ રૂપ સાબિત થાય છે.

પોલીસે શખ્સની અટકાયત કરી આકરી પુછપરછ હાથ ધરી

કડોદરા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વરેલી ગામની ગલીઓ તપાસ આરંભી હતી. બાળકીના ઘરથી માત્ર અડધો કિલોમીટર જેટલા જ અંતરમાંથી બાળકી સાથે દુષ્કર્મ આચરનારની અટકાયત કરી હતી. પોલીસે શખ્સની અટક કરી આકરી પુછપરછ હાથ ધરી હતી. જેમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી. આરોપીની રાજુ રીરસાત તરીકે ઓળખ થઈ હતી. તે વરેલી વિસ્તારમાં પોતાના બહેનના ઘરે રહીને રખડપટ્ટી અને છૂટક મજૂરી કરતો હતો. આ નરાધમ બાળકીની પાડોશમાં જ રહેતો હતો અને નાની બાળકી રમી રહી હતી, ત્યારે તેને ખોટો વ્હાલ કરી ફોસલાવી ઉઠાવી લઈ ગયો હતો. પોતાના ઘરે કોઈ ન હોવાના કારણે બાળકીને ઘરે જ લઈ ગયો હતો અને ત્યાં તેની હેવાનિયત ભરેલી કરતૂત આચરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here