પૂર્વ IAS પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીનને એક ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવા મામલે વિશેષ અદાલતે દોષી ઠેરવી આકરી સજા ફટકારી છે. કોર્ટે ACBની કલમ 13 (2) હેઠળ 5 વર્ષની જેલની સજા કરી છે. આ સાથે રૂ. 50 હાજરનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે. જો આ દંડ ના ભરે તો 3 માસની સાદી કેદની સજા થશે. ઉપરાંત, ACB ની કલમ 11 મુજબ, 3 વર્ષની સજા અને રૂ. 25 હજારનો દંડ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદીની સજા થશે
મળતી માહિતી મુજબ, પૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને વિશેષ અદાલતે દોષિત ઠેરવ્યા છે. પ્રદીપ શર્માને ભુજમાં સરકારી જમીન ખાનગી કંપનીને આપી અંગત લાભ મેળવવાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. તેમના પર સત્તાના દુરૂપયોગ કરવાનો પણ આરોપ લાગ્યો હતો. પ્રદીપ શર્મા સામે ત્રણ કેસ હતા જેમાં બે કેસમાં તેમને નિર્દોષ અને એક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. કોર્ટે એન્ટી કરપ્શન બ્યુરોમાં નોંધાયેલા કેસમાં દોષિત ઠેરવ્યા છે. પૂર્વ IAS પ્રદીપ શર્માને ACBની કલમ 13(2) મુજબ થઇ 5 વર્ષની સજા અને જો દંડ ના ભરે તો 3 માસની સાદી કેદ, 50 હજારનો દંડ ફટકાર્યો છે.
કચ્છના પૂર્વ કલેક્ટર સામે નોંધાયેલ કેસમાં ચુકાદો