Union Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે તેમના કાર્યકાળનું ચોથું બજેટ રજૂ કર્યું. કેન્દ્રીય બજેટ રજૂ કરતા, નાણામંત્રીએ કહ્યું આગામી વર્ષમાં ભારતનો વિકાસ દર 9.27 ટકા રહેવાની ધારણા છે. બજેટ 2022 ભારતના અર્થતંત્ર માટે 75 થી 100 સુધીનો રોડમેપ મૂકે છે.
બજેટમાં 5 નદી લિંક્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેમાં દમણગંગા-પિંજલ, તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણા-પેન્નાર અને પેન્નાર-કાવેરી માટેના ડ્રાફ્ટ ડીપીઆરને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. એકવાર લાભાર્થી રાજ્યો વચ્ચે સર્વસંમતિ થઈ જાય પછી કેન્દ્ર અમલીકરણ માટે સમર્થન પૂરું પાડશે તેમ નિર્મલા સીતારમણે જણાવ્યું હતું.
ભારતમાં ઉપલબ્ધ જળરાશીનાં માત્ર ૨% જળરાશી
ગુજરાતમાં ઉપલબ્ધ છે. જયારે દેશની ૫% વસ્તી ગુજરાતમાં વસે છે. જેથી નદીઓના જોડાણની તાતી જરૂરીયાત છે.દક્ષિણ અને મધ્ય ગુજરાતનો ૨૯જેટલા વિસ્તારમાં જરૂરિયાત કરતાં પણ વધારે પાણી છે. જેથી નદીઓના જોડાણથી જ્યાં પાણીની જરૂરીયાત છે ત્યાં આસાનીથી પહોચાડી શકાશે.
ઉપલબ્ધ જળ સંશાધનોની જળસ્ત્રોતો ના સંકલિત વ્યવસ્થાપન દ્વારા સપ્રમાણમાં વહેંચણી કરી શકાશે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાંથી શહોરી વિસ્તારો તરફનું પ્રજાનું સ્થળાંતરઅટકાવી અને આર્થિક ક્ષમતા વધારી શકાશે. દમણગંગા, પાર, તાપી અને માર્ગમાં આવતી અન્ય નદીઓનાં દર વર્ષે દરિયામાં નકામા વેડફાઈ
જતાં વધારાના પાણીનો યોગ્ય ઉપયોગ થશે. સિંચાઇ તેમજ પીવાનાં પાણીની જરૂરિયાતોપૂરી પાડવા માટે અત્યંત ઉપયોગી થશે.
દ્વિપકલ્પીય લીંક કેનાલનાં આયોજનમાં ગુજરાતને લાભકર્તા પાર- તાપી- નર્મદા તેમજ મહારાષ્ટ્રને
લાભદાયી દમણગંગા-પીજંલ લીંક કેનાલનો સમાવેશ થાય છે. ૪૦૨ કિલોમીટર લંબાઈધરાવતી પાર- તાપી- નર્મદા લીંક દ્વારા વાર્ષિક ૧૩૫૦ મીલીયન
ધન મીટર વધારાના પાણી નર્મદા યોજનાનાં કમાન્ડ
વિસ્તાર સુધી વહન કરવાનું આયોજન છે.દમણગંગા-
પીંજલ લીંક દ્વારા મહારાષ્ટ્રના મુંબઈ શહેરને વાર્ષિક ૫૩૭ મીલીયન ધન મીટર વધારાનું પાણી પીવાનાં હેતુસર પુરૂ પાડવાનું આયોજન છે.
પાર તાપી- નર્મદા લીંક કેનાલનાં આયોજનમાં દક્ષિણ ગુજરાતની પાર, ઔરંગા, અંબિકા અને
પૂર્ણા નદીઓનાં સ્રાવક્ષેત્રમાં સાત જળાશયાનાં
બાંધકામનો સમાવેશ થાય છે. દમણગંગા-પીંજલ લીંક નાં આયોજનમાં દમણગંગા નદીનાં સ્ત્રાવક્ષેત્રમાં કુલ બે જળાશયોનાં કુલ બાંધકામનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સિતારમણે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. જેમાં દેશ માટે અને ખાસ કરીને ગુજરાત માટે બહુ
જ લાભકારક એવા નદીઓના જોડાણની જાહેરાત કરી હતી.આ જાહેરાતમાં કેન્દ્રીય મંત્રીએ દમણ-ગંગા સાથે તાપી અને નર્મદા નદી જોડવાની જાહેરાત કરી છે. જેથી રસ્તામાં આવતી અન્ય સાત મોટી નદીઓ પણ આ પાણીથી નવપલ્લવિત થાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે. ચોમાસા સિવાય ઓછું પાણી ધરાવતી આ નદીઓમાં નર્મદા અને દમણ ગંગાના જોડાણથી બારેમાસ પાણી જોવા મળે એ
દિવસો દૂર નથી.
Ad
વન વગડો રિસોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે
સુવિધા અને પ્રવૃતિ – એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ – વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા – બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા – ઈન ડોર ગેમ ઝોન – ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં
– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…
9638621585