પોર્ન ફિલ્મોના કેસમાં ગહના વશિષ્ઠની ઈડી દ્વારા 7 કલાક પૂછપરછ

0
30

ઈરોટિક ફિલ્મો હતી પણ પોર્ન નહિ, મારા સિવાય અનેક લોકો સામેલ છતાં મને નિશાન બનાવીઃ મારાં બેન્ક ખાતાં રોકાણો સ્થગિત થઈ ગયાં : ગહના

મુંબઈ : એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી)એ પોર્નોગ્રાફી કેસ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલામાં અભિનેત્રી અને નિર્માતા ગહેના વશિષ્ઠની છ કલાકથી વધુ પૂછપરછ કરી હતી. ઈડી દ્વારા ગયા અઠવાડિયે સમન્સ પાઠવવામાં આવ્યા બાદ વશિષ્ઠ આજે ઈડી સમક્ષ હાજર થઈ હતી. આ પહેલાં આ કેસમાં ઉદ્યોગપતિ રાજકુંદ્રાને પણ સમન્સ પાઠવવામાં આવ્યા છે પણ તેએ ઈડી સમક્ષ હાજર થવામાં નિષ્ફળ નિવડયા છે.

ગહેના વશિષ્ઠ ૧૧ વાગ્યે દક્ષિણ મુંબઈના બેલાર્ડ એસ્ટેટ સ્થિત ઈડીની ઓફિસમાં પૂછપરછ માટે પહોંચી ગઈ હતી. ઈડીની ઓફિસ બહાર મીડિયા સાથે વાત કરતા વશિષ્ઠે જણાવ્યું હતું કે મારી પાસે છુપાવવા જેવું કાંઈ જ નથી અને તે માટે હું અહીં હાજર થઈ છું અને એજન્સીની તપાસમાં સંપૂર્ણ સહકાર આપવાનો પ્રયાસ કરીશ. તેણે માધ્યમોને જણાવ્યું હતું કે તેને આ પ્રકરણે લક્ષ્ય બનાવવામાં આવી રહી છે અને તે પણ ઈચ્છે છેકે આ બાબતે સત્ય બહાર આવે. તેણે વધુમાં જણાવ્યું હતું કે એજન્સી દ્વારા મારા ઘર પર દરોડા પાડવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી ૨૪ કલાક ચાલી હતી. મારા બેંક ખાતા, એફડી, મ્યુચ્યપઅલ ફંડ બધું જ ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. મારા ઘરેથી કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી.

ગહેના વશિષ્ઠે માધ્યમોને જણાવ્યું હતું કે તે ૨૦૨૧માં ફક્ત એક જ વાર રાજ કુંદ્રાને તેની ઓફિસમાં મળી હતી ત્યારબાદ ક્યારેય કુંદ્રાને મળવાનું થયું નથી. આ ઉપરાંત તેણે પોર્ન ફિલ્મો બનાવી હોવાનું સદંતર નકારી નાંખતા જણાવ્યું હતું કે નો ડાઉટ આ ફિલ્મો ઈરોટિક જરૃર હતી, બોલ્ડ હતી પણ આ ફિલ્મો પોર્ન ફિલ્મો નહોતી. વશિષ્ઠે આગળ જણાવ્યું હતું કે એમ માટે આ પ્રકારની ફિલ્મો ઘણા લોકો પ્રોડયુસ કરતા હતા પણ તેમની છોડીને ફક્ત મને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here