મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. 5 ફેબ્રુઆરી બુધવારે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક મળશે !

0
24

આવતીકાલે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. 5 ફેબ્રુઆરી બુધવારે સવારે 10 વાગ્યે કેબિનેટ બેઠક મળશે, જેમાં રાજ્યને સ્પર્શતા અનેક મુદ્દાઓ પર વિશેષ ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા યુસીસી પર રચાયેલી કમિટી અને તેના રીપોર્ટ પર કેબિનેટને અવગત કરાશે અને તેને લગતી પણ ચર્ચા બેઠકમાં કરવામાં આવશે.

કેબિનેટ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અને સ્થિતિ પર રાજકીય ચર્ચા થઈ શકે

આ સાથે જ કેબિનેટ બેઠકમાં વિધાનસભા બજેટ સત્રની તૈયારીઓ પર સમિક્ષા થશે. આગામી બજેટને લઈ ચાલી રહેલી આખરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવશે અને તેની પર સમિક્ષા પણ કરવામાં આવશે. ત્યારે ખેડૂતોને પણ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા ચાલી રહેલી ટેકાના ભાવની ખરીદી પર પણ ચર્ચા કરવામાં આવશે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પર પ્રભારી મંત્રીઓને સોંપાયેલ જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા પણ સંભવ છે. આ સિવાય રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત બાબતો પર પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે.

આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે

તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં ગુજરાતમાં પણ UCC લાગૂ થશે. જેના માટે 3થી 4 સભ્યોની કમિટી, HCના નિવૃત્ત જજની અધ્યક્ષતામાં કમિટીની જાહેરાત પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે 2022માં રાજ્ય સરકારે UCC અંગે નિર્ણય કર્યો હતો. કાયદાના અમલીકરણને લઈ લોકોના સૂચનો માટે કામ, ચૂંટણી ઢંઢેરામાં UCC અંગે ભાજપે જાહેરાત કરી હતી. કમિટી UCC અંગેનો રિપોર્ટ રાજ્ય સરકારને આપશે, ત્યારબાદ એના આધારે UCCનું અમલીકરણ કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here