ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી અને કપરાડા તાલુકા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસની વલસાડ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ

0
200

  • વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક અને કપરાડા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે સર્કિટ હાઉસ વલસાડ ખાતે બેઠક યોજાઈ.
  • કપરાડા યુથ કોંગ્રેસ, કપરાડા કોંગ્રેસ સંગઠનની ચર્ચા અને આગામી વિધાનસભા-2022ની ચૂંટણી કામે ચર્ચા કરવામાં આવી.

કપરાડા તાલુકા યુથ કોંગ્રેસ અને કપરાડા કોંગ્રેસની ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાજી અને ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ અને ગુજરાત ઇન્ચાર્જ મોહંમદ શાહિદ સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક અને કપરાડા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવના નેતૃત્વમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ સાથે સર્કિટ હાઉસ વલસાડ ખાતે બેઠક યોજાઈ. જેમાં કપરાડા યુથ કોંગ્રેસ, કપરાડા કોંગ્રેસ સંગઠનની ચર્ચા અને આગામી વિધાનસભા- 2022ની ચૂંટણી કામે ચર્ચા કરવામાં આવી.
કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવની પ્રશંસનીય કામગીરી 27 જેટલા સરપંચશ્રીઓ અને 20 જેટલા માજી સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં 200 થી 250 જેટલા આગેવાનો દ્વારા મનુભાઈની પ્રસંશા સાથે રજુઆત કરવામાં આવી. જે ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી વિશ્વનાથ વાઘેલાજી પ્રભાવિત થયા અને આગામી દિવસોમાં કપરાડા ખાતે ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખશ્રી કપરાડાની મુલાકાત કામે જાહેરાત કરી.જેથી કપરાડા યુથ કોંગ્રેસ, કોંગ્રેસની સંગઠનની કામગીરી સાથે બેઠકમાં કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક, કપરાડા 181 યુથના પ્રમુખ મહેશભાઈ પટેલ, વલસાડ જિલ્લા NSUIના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ રવિભાઈ પટેલ, વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ઈશ્વરભાઈ તુમડા, વાપી યુથ કોંગ્રેસના પ્રમુખ પંકજભાઈ, યુથ કોંગ્રેસના સીનીયર આગેવાન અશ્વિનભાઇ તથા કપરાડા કોંગ્રેસના મંત્રી પાંડુભાઈ, કપરાડા કોંગ્રેસના મંત્રી ઈશ્વરભાઈ, કપરાડા કોંગ્રેસના સહમંત્રી નરેન્દ્રભાઇ,કપરાડા કોંગ્રેસના સહમંત્રી રણજીતભાઇ તથા કોંગ્રેસના સીનીયર આગેવાનો મોહનભાઈ ખાડમ, સુભાષભાઈ, બાબુરાવભાઈ તથા સરપંચશ્રીઓ અને માજી સરપંચશ્રીઓ, કપરાડા કોંગ્રેસ અને યુથ કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા.Ad..

વન વગડો રિસોર્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે

સુવિધા અને પ્રવૃતિ
– એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ – વિશાળ પાર્કીંગ
– જમવાની સુવિધા
– બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન – ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં – સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…

9638621585

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here