વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના સુખાલા અને ધોધડકુવા ગામમાં અસ્ટોલ પાણી પુરવઠા યોજના પ્રોજેક્ટના કામમાં રસ્તા પર ખોદકામ

0
189

અસ્ટોલ પાણી પુવઠાની તંત્રની લાપરવાહી સામે કોન્ટ્રાક્ટરની મનમાની

કપરાડા તાલુકાને પીવાનું પાણી આપૂરું પાડવા માટેની અસ્ટોલ પાણી પુરવઠાનું કામ પાઇપલાઇન રોડ નાખવામાં આવી રહી છે. ખોદકામ માત્ર 2 ફૂટ જેટલું ખોદવા કરવામાં આવે છે. રોડ પરથી વાહન ઉતારી શકાય એમ નથી.ચોમાસામાં વાહનો ગરકાવ થઈ શકશે દર વર્ષે ચોમાસુમાં અનેક વિસ્તારોમાં વાહનો ફસાયેલાના બનાવો બન્યા હતા.

આ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના માટે કપરાડા થઈ રહેલા કામો અધિકારી ઓની લાપરવાહી અને કોન્ટ્રાક્ટરની મનમાની સામે આવી છે પાણી પુરવઠા અંતર્ગત થઈ રહેલા કામોમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગ પાઇપલાઇન નાખવામાં આવી રહી છે.

ભવિષ્યમાં માર્ગનું નવીનીકરણ વખતે એ પાઇપલાઇન નું શું થશે. હાલમાં રસ્તોઓ બદતર હાલત થતા વાહન ચાલકોની કફોડી સ્થિતિ બની છે.ઘણા સમયથી સરકાર ની વાસમો પાણી પુરવઠા વિભાગ અને અસ્ટોલ પાણી પુરવઠા દ્વારા હાલમાં દરેક ગામોમાં કામો ચાલી રહ્યા છે. ગ્રામજનોની જાગૃતિનો અજ્ઞાનતા ને લઈને કામોમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી રહી છે.લોકોને કહેવું છે કે સરકાર નું કામ છે એટલે કોઈ વ્યક્તિ બોલી શકે એમ નથી. હાલમાં અસ્ટોલ પાણી પુરવઠા ની યોજના અંતર્ગત થઈ રહેલા કામો જે કામો થઈ રહ્યા છે ગ્રામ્ય વિસ્તારોમાં પાઇપલાઇન નું જે પણ કામ ચાલી રહ્યું એમાં વાસમો અને અસ્ટોલ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર દ્વારા થઈ રહ્યા છે. જેમાં ટાંકી માં પાણી પહોંચાડવા નું કામ અસ્ટોલ પાણી પુરવઠાના કોન્ટ્રાક્ટર છે. ટાંકી થી ઘર સુધીના નળ માટે વાસમો દ્વારા કોન્ટ્રાક્ટર કામ કરે છે. એક કામ માટે બે વખત ખોદકામ કરવું પડે છે. ગામમાં વારંવાર ખોદકામ કરવામાં આવે છે એ કામ સરકારી રોડ પર કરવામાં આવે છે. જે કોન્ટ્રાક્ટર જી સી પી દ્વારા કરવામાં આવે છે ખોદકામ પોતાની સરળતા રહે એ રીતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ ખોદકામ ની કોઇ મંજૂરી આપવામાં આવી નથી. દોઢ મીટર ખોદકામ કરવાનું હોઈ છે. હાલમાં ફકત રોડ ટચ ખોદકામ કરવામાં આવે છે.કોન્ટ્રાક્ટર પોતાના કામની સરળતા રહે તે માટે રોડ પર ખોદકામ કરી પાઇપલાઇન નાખવામાં આવે છે.

સરકારના ધારાધોરણ મુજબ ખોદકામ અને ઉંડાઇ હોઈ છે. વહીવટી તંત્રની લાપરવાહી હાલમાં જે ખોદકામ રોડ પકડીને અને ઉંડાઇ ફકત 1 થઈ 2 ફૂટની હોઈ છે. જેની યોગ્ય તપાસ કરવામાં આવે એ પણ જરૂરી છે. લાખ્ખો કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તા ઓ ખરાબ થઈ ગયા છે. ચોમાસામાં અનેક વાહનો ગરકાવ થયા હોવાનું જોવા મળે છે. આપણે જોઈ રહ્યા છે જે કામો કરવામાં આવી રહ્યા છે એવા કામોથી અનેક મુશ્કેલીઓ થઈ રહી છે.ભવિષ્યમાં જેની સામે આ પાણી પુરવઠાની લાઇન કેટલી ટકાવ નો મોટો પ્રશ્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here