વડોદરા ની આસપાસ ની પ્રકૃતિ ની મુલાકાત
તમામ મિત્રોને મારા વંદન . આશા રાખું છું કે તમામ કુશળ મંગલ હશો . મિત્રો તમે અહીંયા જે પ્રકૃતિ ની વિવિધ તસ્વીરો જોઈ રહ્યા છો તે તમે એવું ના સમજતા કે આ પ્રકૃતિ આપડા થી બહુજ દૂર હશે . પણ ખરેખર તો આ પ્રકૃતિની તસ્વીરો વડોદરા શહેર થી માત્ર ૫ થી ૧૦ કિલોમીટર ના અંતરમાં જ છે. મિત્રો આપડે બધા એટલા નસીબદાર છે કે આપડે શાંત અને રમણીય પ્રકૃતિ માણવા દૂર જવાની જરૂર જ નથી .
આપડા વડોદરા શહેર ની આસપાસ ઘણી બધી રમણીય પ્રકૃતિ આવેલી છે . મિત્રો મે ગયા મહિના માં વડોદરા ની આસપાસ ની વિવિધ પ્રકૃતિ મય જગ્યાઓની મુલાકાત લીધી હતી , અને આ બધી તસ્વીરો વડોદરા ની આસપાસ ની જ છે. મિત્રો તમે જાણો છો કે હું પ્રકૃતિ થી વિમુખ નથી રહી શકતો , હું નવરાશ ની પળોમાં અવશ્ય પ્રકૃતિ માં જ મારો સમય વિતાવતો હોવ છું . પ્રકૃતિ એ આપણા જીવનનો એક ભાગ છે. પ્રકૃતિ ને માણવા , સમજવા કે તેનું જતન કરવા પ્રકૃતિ માં જવું પડે .
ઘરે બેઠા માત્ર પ્રકૃતિ ની તસ્વીરો જોવાથી તમે સાચી પ્રકૃતિ નો આનંદ નઈ લઇ શકો . શરીર માં નવી ઉર્જાને સંચાર કરવી હોય કે પછી બહુજ વય્સ્ત જીવન માંથી મગજ , શરીર અને હૃદય ને આંતરિક શાંતિ આપવી હોય તો તો આપણી આસપાસ ની પ્રકૃતિ જ આપડને ઉપયોગી બને છે. સાથે સાથે જો મગજ માં થી નકારાત્મક વિચારો ને વિદાય આપી હકારાત્મક વિચારો નું સર્જન કરુવું હોય તો આજ પ્રકૃતિ આપડને મદદ રૂપ થશે . કુદરત સાથે સુમેળમાં જીવવાથી એક અલગ જ દુનિયા નો અનુભવ થાય છે.
વહેલી સવારમાં નજીકની પ્રકૃતિ ને શાંત મને માણો અને પ્રકૃતિ ના તમામ પરિબળોને ને સમજો . સાથે સાથે જયારે પણ શાંત પ્રકૃતિ નો આનંદ લેતા હોવ ત્યારે વહેલી સવાર માં જે મંદ મંદ પવન લહેરાતો હોય ત્યારે વૃક્ષોના ના પાંદડા માંથી જે મધુર અવાજ આવતો હોય છે તેને અનુભવ કરો .
તમારી આસપાસ પ્રકૃતિ માં જે વિવિધ પક્ષીઓ કલરવ કરતા હોય તેનો અવાજ માણો . જ્યારે તમે પ્રકૃતિ સાથે આવો સંવાદ કરો છો, ત્યારે બીજા સાથેનો તમારો સંબંધ સરળ, સ્પષ્ટ, સંઘર્ષ વિના બને છે. જયારે આવી લીલીછમ પ્રકૃતિ આપડી આંખો સામે હોય ત્યારે આપણું શરીર , મગજ અને હૃદય કંઈક અલગ જ અનુભવ કરતુ હોય છે. હું એવું નથી કહેતો કે તમે રોજ નજીક ની પ્રકૃતિ ને માણો પણ આપડે વ્યસ્ત જીવન માંથી આખા અઠવાડિયા માંથી એક દિવસ તો શાંત પ્રકૃતિ ને આપી શકીયે . હું આશા રાખીશ કે તમે પણ મારી જેમ તમારા વ્યસ્ત જીવન માંથી થોડો સમય પ્રકૃતિ ને આપશો .
અજય ભટ્ટ
ફોટોગ્રાફી અને માહિતી સંકલન : ( ૯૪૨૮૯૭૩૯૫૫ )
AD…
વન વગડો રિસોર્ટ
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાસે
સુવિધા અને પ્રવૃતિ – એસી/નોન એસી રૂમ
– ગરમ અને ઠંડા પાણીની વ્યવસ્થા
– દરેક રૂમમાં ઇન્વર્ટર પાવર બેક અપ
– કિંગ સાઇઝ બેડ – વિશાળ પાર્કીંગ- જમવાની સુવિધા – બાળકો માટે રમત ગમત ની વ્યવસ્થા
– ઈન ડોર ગેમ ઝોન – ઓક્સિજન બાર
– 100,000 (એક લાખ) થી વધુ વૃક્ષો અમારા સંકુલમાં
– સસલા, બતક, હંસ, બજરીગર, લવ બર્ડ, ગીની ફાઉલ, કડકનાથ અમારા સંકુલમાં
– અમારા સંકુલમાંથી જંગલી પક્ષીઓ જોઈ શકાય છે જેવા કે મોર, લક્કડખોદ, સક્કરખોર, ચિલોત્રા, ખેરખટ્ટો, પતરંગો, કલકલિયો, બુલબુલ, સકરો, કાળો કોશી, દરજીડો, દૈયડ, સુગરી, દેવ ચકલી, ચીબરી, લાવરી, લૈલા, ઘંટી-ટાંકણો, કોયલ, કાબર, બાજ, પોપટ, હરિયલ, ચાસ, બટેર, ટીટોડી…
વન વગડો રિસોર્ટવન વગડો રિસોર્ટ
9638621585