દયા, સેવા, સહાનુભૂતિ, સંવેદના જેવા ભાવો ભોગ તરફથી નજર હટે ત્યારે જ જીવનનો હિસ્સો બને છે.

0
192

ચિંતનની ક્ષણે 📝
ફાલ્ગુની વસાવડા
ભાવનગર

  • આજકાલ વસંત તો જાણે,વોટ્સએપ ગૃપ માં જ આવી હોય તેમ દેખાય છે.
  • મૂળ સંસ્કાર થી પરિચિત કરી આપણી સંસ્કૃતિ મજબૂત બનાવવા માટે, એને કંઈ રીતે સમજાવી શકાય,અને એમ માનવ જીવનનું અસ્તિત્વ બચાવી શકાય છે.
  • ક્ષમા શબ્દ જ મૂળ ક્ષમતા માંથી આવ્યો છે, એટલે આપણે આપણી ક્ષમતા બતાવવાનો સમય આવી ગયો છે

હે ઈશ્વર,

આપના શ્રીચરણોમાં મારા સહ પરિવાર સાદર સાષ્ટાંગ પ્રેમ પ્રણામ.આજે વસંત પંચમી નો તહેવાર છે, અને વસંતપંચમી નાં તહેવાર ને દિવસે આપણે ત્યાં સરસ્વતીની ઉપાસના કરવામાં આવે છે.

આજના દિવસને વસંત ઋતુ નો પ્રારંભ માનવામાં આવે છે,પરંતુ વધતા જતા પ્રદૂષણ ને કારણે હવે ઋતુ
પ્રભાવ જોઈએ તેટલો વર્તાતો નથી,અને સમયે બે સમય હવે ઠંડી, ગરમી, અને વરસાદ આવજા કરે છે, તેમજ વાવાઝોડું પણ હવે વારેવારે આવતું થઈ ગયું છે, પણ તિથિ અનુસાર તો વસંત ઋતુ લાગી ચૂકી છે અને વાતાવરણ થોડું ગરમ થયું છે. જોકે આજકાલ વસંત તો જાણે,વોટ્સએપ ગૃપ માં જ આવી હોય તેમ દેખાય છે. ગયા વર્ષે ચિંતનમાં વસંતપંચમી એ તહેવાર ની મહત્તા વર્ણવી હતી, તો હું બે ત્રણ બે લેખ વાંચી રહી હતી, અને એમાં જે વર્ણન કર્યું હતું, હકીકતમાં એવો ફેરફાર કયારેય અનુભવાયો હોય એવું યાદ આવ્યું નહીં. પણ આની માટે બે કારણ હોઈ શકે અને એક તો પ્રકૃતિ સાથે આપણું એટલું એટેચમેન્ટ ન હોય, અને બીજું આપણાં માંથી નવરાશ મળે તો બીજું કંઈ દેખાય,બંને કારણ આજની આ પરિસ્થિતિ માટે પ્રદૂષણ ઉપરાંત જવાબદાર છે, અને એટલે આમ જુવો તો કવિઓ અને લેખકોની કલ્પના થકી જ આપણે અમુક ફીલીંગની અનૂભૂતિ કરવાની હોય છે, અથવા
તો થતી હોય છે એવું બને. પરંતુ વસંત એ ભાવનું સર્જન કરનારી ઋતુ છે, અને આપણે પણ આ માઘ નવરાત્રીમાં શક્તિના સ્તરને વિવિધ ભાવ અર્જીત કરી સંસ્કાર કવચ મજબૂત બનાવવા માટે ચિંતન કરીએ છીએ,

એટલે કે નવી પેઢી ને આપણાં મૂળ સંસ્કાર થી પરિચિત કરી આપણી સંસ્કૃતિ મજબૂત બનાવવા માટે, એને કંઈ રીતે સમજાવી શકાય,અને એમ માનવ જીવનનું અસ્તિત્વ બચાવી શકાય છે. બળ બુદ્ધિ એ બે શક્તિ ના આયામ લગભગ ઓછે વત્તે અંશે બધામાં
હોય છે, જ્યારે વિદ્યા અને દયા એ બુદ્ધિમાં સ્થિરતા આવે પછી ખુદ પરથી નજર હટે ત્યારે આ ભાવ કે ગુણ વિકસે છે. ચરિત્ર નિર્માણ માટે બુદ્ધિ ની સ્થિરતા આવે પછી જ કંઈક નક્કર પરિણામ મળે એવું બનતું હોય છે. સમાજ નું ચિત્ર જોઈને સમાજના હિતેચ્છું
તેમજ સમાજના ચિંતકોને અત્યારે સમાજ પર અત્યંત દયા આવી રહી છે કે, શું આ એ જ ભારતીય સમાજ છે? જે પોતાની સંસ્કૃતિ માટે વિશ્વ ઉજાગર હતો, અને એટલે જ સદગુરુ જેવા ચિંતકો આ રીતે જનજાગરણ કરી સમાજમાં સુધારો કરવાની એક નમ્ર કોશિશ કરે છે. દયા, સેવા, સહાનુભૂતિ, સંવેદના જેવા ભાવો ભોગ તરફથી નજર હટે ત્યારે જ જીવનનો હિસ્સો બને છે, અને એ સંવેદના દ્વારા જ વ્યક્તિત્વ કે હયાતીમાં ભીનાશ આવે છે, અને ક્યારેક આવી ભીનાશ થી પણ જીવન લીલુંછમ્મ બને છે. આજે આપણે શક્તિનાં પાંચમાં સ્વરૂપ તરીકે યા દેવી સર્વ
ભૂતેષુ ક્ષમા રૂપેણ સંસ્થિતા, મંત્ર મુજબ ક્ષમા
ના અનન્ય ભાવ વિશે ચિંતનમાં વાત કરીશું, કે જે ચરિત્ર નિર્માણ માટે બહુ મહત્વનો ભાવ છે. ઉપરછલ્લી રીતે જોઈએ તો આજકાલના સમાજમાં થેક્ક યુ અને સોરી જેવા શબ્દો બહુ સહજ બની ગયા છે, એટલે કે વારંવાર તેનો ઉપયોગ થતો હોય છે, પણ તે છતાં ચરિત્ર નિર્માણ થતું નથી. એટલે એનો અર્થ એ થાય કે આ શબ્દો માત્ર બોલવા માટે જ બોલાતા હોય છે, એનાથી ભાવમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે ભાવના સુદ્રઢ બનતી નથી,અને ભાવના સુદ્રઢ ન બને ત્યાં સુધી ચરિત્રનિર્માણ થતું નથી. વ્યક્તિ ના ઉપરછલ્લા આ વ્યવહારથી માત્ર કામ કઢાવી લેવી એવી જ એક નીતિ તેની પાછળ રહેલી હોય એવું
દેખાય છે.બીજા અન્ય ભાવો કરતા આજના અહમ
પ્રધાન યુગમાં,ક્ષમાનો ભાવ કેળવવો એ ખરેખર બહુ જ કઠિન છે.

ગીતા ને ઉપનિષદમાં પણ ક્ષમા વીરસ્ય ભૂષણમ્ એવો એક નાનકડો લોક છે, અને એ તે ભાવની મહત્તા બતાવે છે. ક્ષમા શબ્દ નો સીધો સાદો અર્થ કરીએ તો માફ કરી દેવું એવો થાય, અને આ સહનશીલતા હોય તો જ શક્ય બને.એટલે કે દરેકના જીવનમાં સમયને કારણે કેટલીયે ઘટનાઓ ઘટતી હોય છે, અને દરેક વખતે આસાનીથી તે ઘટનાઓ સાથે સુમેળ કરવો એ સહેલું નથી હોતું, અને એમાં પણ ખાસ કરીને સંબંધોમાં સાપેક્ષતા ઘટી જવાથી,આ પ્રશ્ન વારંવાર થાય છે. ક્યારેક સહનશક્તિ ઓછી હોય તો ઘર્ષણ અને સંઘર્ષ બંને વધુ અનુભવાય છે. એટલે સહન કરી અને માફ કરી દઈએ તો સંબંધ ટકી જાય, પરંતુ એવું થતું નથી, કારણ કે સંસ્કાર નબળા પડી ગયા છે, અને એની માટે ના ઘણા કારણો છે, જેમ કે આજકાલ ઉછેરમાં જ ક્યાંક કમી હોય,ક્યાંક વધુ પડતાં સુખ સગવડ અપાયા હોય,ક્યાંક આહાર વિહાર માં કોઈ રોકટોક ન કરી હોય,તો કયાંક શિક્ષણ ને નામે સ્વતંત્રતા ને સ્વચ્છંદતા વધી હોય, અથવા તો એકલા
ઉછરવાને કારણે કોઈ નો ભાગ પડવો કે કોઈ ને કંઈ આપવું, કે કોઈ કંઈ શીખામણ પણ આપી શકે,એવો પ્રસંગ બન્યો ન હોય. જ્યારે આવી વ્યક્તિ ને સંબંધથી એકબીજા સાથે રહેવાનું થાય, તો આમાં ક્ષમા કે સહન કરવું એ શકય ન બનતાં ઘર્ષણ થાય છે. જે આજની
મોર્ડન કહેવાતી સોસાયટીનાં ઘર્ષણ નું મુખ્ય કારણ છે, અને જેમાં સ્વાભિમાન ને નામે અહંકાર જ પ્રવર્તે છે.

તો આપણને એમ થાય કે જ્યાં ઘર પરિવારોના સંબંધોમાં પણ માફી કે ક્ષમાં શક્યા નથી, ત્યાં અન્ય તરફ તો આ ભાવ કેળવવો કેટલો અઘરો હશે!! પરંતુ
આપણે મૂળ સંસ્કૃતિ ઉજાગર કરવી હશે તો આવનારી પેઢીમાં આ ગુણ સીંચવો પડશે.સંયુક્ત કુટુંબો તો હવે એટલાં રહ્યા નથી,એટલે ઘરના ચાર કે પાંચ સભ્યો અંદરોઅંદર કઈ રીતે જીવે છે, અને એમાં પણ માતા-પિતા કઈ રીતે જીવે છે, એ જોઈને જ સંતાનો
જીવનમાં શીખ પ્રાપ્ત કરતા હોય છે. કોઈ ને શિખામણ આપી એ તેના કરતાં પોતાના આચરણથી કંઈક સારું અને વહેલું શીખવી શકાય છે, કારણ કે શિખામણ ને સમય ચાલ્યો ગયો, જ્યારે શિખામણ કે ઉપદેશથી
લોકો એ મુજબ જીવતા હતાં. પરંતુ આજે પ્રેક્ટીકલ એટલે કે વ્યવહારિક જ્ઞાન નો યુગ છે. જો તમે કરો તો જ બીજા કરે, એટલે કહેવા કરતાં કરવા પર ભાર મૂકી, અને આપણે આપણા જીવનમાંમાં સહનશીલતા જેવા ગુણ ને વધુ મજબુત બનાવીએ તો આવનારી પેઢી
એ બધું જોઈ ક્ષમા કે સહનશીલતા જેવું કંઈક શીખી શકે. પરંતુ સમાજની એક ખાસિયત રહી છે કે, બધાને ખબર છે કે ત્રુટિ કયાં છે!! પણ પહેલ કોઈને કરવી નથી, એટલે કે ખુદને સહનશીલતા કે ક્ષમા જેવા ભાવ કેળવવા નથી, પણ અન્ય ક્ષમા કરી દે એવી વાત સૌ કરે છે. ક્ષમા શબ્દ જ મૂળ ક્ષમતા માંથી આવ્યો છે, એટલે આપણે આપણી ક્ષમતા બતાવવાનો સમય આવી ગયો છે કે માત્ર કહેવાથી કે શીખામણ થી નહીં ચાલે, આપણે પણ સહન કરતા અને ક્ષમા કરી દેખાડવું પડશે. ક્ષમા કરવા માટે જે તે વ્યક્તિ સાથે
પોતાપણાનો સંબંધ હોવો પણ જરૂરી હોય છે,જેમકે બાળકો કે સંતાનો માતાપિતા ને ગમે તે કહેતા હોય છે, અથવા તો ઘણીવાર અજુગતું પણ બની જતું હોય છે, છતાં માતા-પિતા સંતાનો સાથે કયારેય દુર્વ્યવહાર કરતા નથી. કારણ કે એ તેની સાથે મમતાથી જોડાયેલા હોય છે, એટલે કે પોતાપણા નાં કે મમતાના
ભાવે જયારે અન્ય સાથે જોડાયેલા હોઈએ, તો
ક્ષમા કરવું પ્રમાણમાં સહેલું બને છે.

પરંતુ સમાજમાં આજકાલ જે રીતે પરિવારો તૂટતાં જાય છે, જે રીતે ઘર-પરિવારમાં ઘર્ષણ વધતું જાય છે, એ બધું જોઇને એવું લાગે કે, અંદરોઅંદર પણ પોતાપણાનો કે મમતાનો ભાવ રહેલો નથી, તો જ આવું બને,અને એનાં કારણો આપણે ઉપર જોયાં તેમ ઉછેરને નામે વધુ પડતાં લાડ છે,કે પછી શિક્ષણ ને નામે મળતી સ્વતંત્રતા છે. ક્ષમા કરવી અને ક્ષમા માગવી આ બંને હવે દુર્લભ બનતા જાય છે. માફ કરવું એ તો હજી પણ શક્ય છે પરંતુ માફી માગવી એ બહુજ કઠિન છે અને એમાં પણ જાહેરમાં કોઈની માફી માગવી એ બહુ જ મુશ્કેલ છે, કારણ કે તરત અહંકાર આડો આવે હા શબ્દ તરીકે સોરી બહુ સસ્તો શબ્દ બનાવી દીધો છે,એ એક વાત જુદી છે, બાકી અંતરમાં એ ભાવ જવલ્લે જ જોવા મળે છે. જેમ સહન શક્તિ હોય તો જ ક્ષમા કરી શકાય, તેમ નિખાલસતા કે પારદર્શકતા હોય તો જ માફી માંગી શકાય.એટલે જીવનમાં જેટલા નિખાલસ રહી શકીએ, એટલું આવાં ભાવથી જીવન પૃષ્ઠ થાય, અને એ જીવનને શક્તિ ના ક્ષમા નામના ભાવથી ભરી ને સશક્ત બનાવે છે, જે આપણાં તથા પરિવાર જનોના જીવનને હર્યું ભર્યું બનાવે છે, અને એટલે જ કહેવાયું છે કે પરિવાર માં કોઈ એક સમજદાર સહનશીલ અને ક્ષમા ની ક્ષમતા ધરાવતું હોય તો પરિવાર બચી જાય છે, અથવા પરિવાર ને બાંધી રાખી શકે છે.

તો આવનારી પેઢી માં આ ગુણ કે ભાવ આવે એ માટે તેનો ઉછેર બાબત અત્યારથી સાવધ રહેવું,અને કાને સાંભળ્યા કરતા આંખે જોયેલું વધુ અસરકારક હોય છે,એ મુજબ એ પેઢી આચરણ ને જ પકડતી હોય છે, તો ક્ષમા કરવી ને ક્ષમા માંગવી એ બંને રીતે આપણે સ્વાભિમાન ને નામે નાનમ અનુભવ્યા વગર એવું બને ત્યારે કરી લેવું જેથી આવનારી પેઢી એવું શીખે. તો માત્ર કહેવાની રીતે સોરી કહી ને વાત પતાવવી એમ નહીં પણ અંતરથી ચરિત્ર શુદ્ધ થાય એ માટે સહનશીલ બનીએ નિખાલસ બનીએ,અને આપણું શીલ વધારીએ, એટલે કે ચરિત્ર નિર્માણ તરફ ડગ ભરીએ,અને આ રીતે સમાજના દરેક વ્યક્તિ વિચારી ને ખુદનું ચરિત્ર જ્યારે બનાવશે ત્યારે સમાજનું ચિત્ર ખૂબ જ સુંદર દેખાશે, અને જે સમાજના હિતેચ્છુ કે ચિંતકો ની મહેચ્છા છે. આપણે સૌ આપણા ચરિત્ર નિર્માણ ના સંકલ્પને પરિપૂર્ણ કરી શકીએ એવી એક અનન્ય પ્રાર્થના ઈશ્વર ચરણે રાખી હું મારા શબ્દોને આજે અહીં જ વિરામ આપું છું ફરી મળીશું નવા ચિંતન-મનન સાથે તો સૌને મારા આજના દિવસના સ્નેહ વંદન અને જય સીયારામ.

Ad..

કેવડી ઇકોટુરિસમ

રવિવાર ની રજા હોય કે પછી વિકેન્ડ હોય.. પુરા પરિવાર સાથે મળી ને આનંદ માણવો હોય તો સુરત માંડવી માં આવેલી આ એક જગ્યા લોકોના ટોળાથી ઉભરાય જાય છે.

વધુ માહિતી માટે આપેલ વિડિઓ જુઓ…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here