ન્યાય- સંઘર્ષ- સંદેશ- આંદોલન
ગુજરાતના ચાર ગામોને દાદરા નગર હવેલીમાં સમાવેશ કામે કોંગ્રેસ દ્વારા કપરાડા મામલતદારશ્રીને આવેદન પત્ર
વલસાડ જિલ્લાના નગર, રાયમાળ, મધુબન ડેમ, મેઘવાળ ને સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સમાવેશ કામે મીડિયા દ્વારા મળેલ માહિતી મુજબ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક અને ધવલુભાઈ સરપંચ નગર જુથના નેતૃત્વમાં મામલતદારશ્રી કપરાડાને આવેદનપત્ર
ચાર ગામો ગુજરાતના મૂળભૂત અને રહેણીકરણી જમીન સાથે જોડાયેલ છે. આદિવાસી ઓની પ્રાચીન કાળથી સંસ્કૃતિ અને ગુજરાતની ભૌગોલિક નકશાથી જોડાયેલ આમ જનતા ગુજરાતના તમામ હક્કો અને અધિકારો સાથે ગુજરાતની પરંપરા એમનો અવાજ ન્યાય માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની ગતિવિધી જાણવા મળેલ મુજબ જનતા પરેશાન, આક્રોશ અને ન્યાયના મૂડ સાથે હક અધિકાર અને ન્યાય માટે લડવાની રણનીતિ સાથે આવેદનપત્ર આપી આજે શ્રી ગણેશ કર્યા હતા.
કાર્યક્રમમાં કપરાડા તાલુકા કોંગ્રસના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક,નગર જુથના સરપંચશ્રી ધવલુભાઈ, કપરાડા તાલુકા કોંગ્રેસના સીનીયર આગેવાન સુભાષભાઈ, કપરાડા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, જિલ્લા N.S.U.I ના ઉપપ્રમુખ ધર્મસિંહ વી.પટેલ, કપરાડા યુથ કોંગ્રેસના સીનીયર આગેવાન અશ્વિનભાઇ, ચાવશાળાના માજી સરપંચ કાસુભાઈ, કપરાડા આદિવાસી સમાજના પ્રમુખ ધનસુખભાઈ, કરચોંડના સરપંચશ્રી. ગામનાં યુવા અગ્રણી દિલીપભાઈ, લલ્લુભાઈ તથા અન્ય આદિવાસી આગેવાનો હાજર રહ્યા હતાં.
Ad….