વલસાડ જિલ્લામાં ભૂસ્તર વિભાગમાં સરકાર નીતિ સામે ટ્રક ચાલકોને પડી રહી છે હાલાકી

0
193

કપરાડા વિસ્તારમાં એક દિવસ પહેલા રૂપિયા 50,000 કોણ લઈ ગયું છે. એ કોણ વ્યક્તિ ? દિવાળી પહેલા પત્રકાર ને આપવા માટે દરેક જગ્યાએ ઉઘરાણી કરી એ ક્યાં પત્રકાર ને આપવામાં આવી છે મોટી રકમ.

દિનેશકુમાર નાનજીભાઇ પવાયા નું કહેવું છે મારી પાસે શંકર ચૌધરીના હાથ છે.11 મહિના કરાર નોકરીમાં છે પણ વલસાડ જિલ્લામાં કેટલાક સમયથી છે.

ભુસ્તર વિભાગની કચેરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર નાનજીભાઇ પવાયાની કયા પ્રકારની કામગીરી છે.કેટલા મુદત માટે બદલી કયા થઈ અને કેટલાક દિવસો વલસાડ આવી ગયા એ પણ તપાસનો વિસય છે.

વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા પારડી તાલુકા માંથી થઈ રહેલા વિકાસના ખાનગી અને સરકારી કામોમાં બાંધકામ માટે મટિરિયલ સપ્લાય કરતાં ટ્રક ચાલકોને સરકારી વહીવટી તંત્રની સામે લાચાર બનાવે છે. વર્ષોથી અનેક રજુઆત કરી છે પણ હજુ સુધી યોગ્ય કાયમી ઉકેલ લાવવા જિલ્લામાં નબળી નેતાગીરી હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યાં છે.

સરકાર ની સારી આવક થાય એ માટે કોઈપણ વાહનો ભરવા આવતું મટિરિયલ ની પૂરેપૂરી રોયલ્ટી પાસ નીકળે એ માટે સરકાર દ્વારા કાયદો બનાવવામાં આવે એ માટે આપણા નેતાઓ યોગ્ય રજૂઆત કરવામાં આવે એવી લોકોની માંગ થઈ રહી છે

વાપી દમણ સેલવાસમાં અનેક બાંધકામ માટે રેતી કપચી ઈટ પુરાણ માટી હાર્ડમુર સપ્લાય કરતા અનેક સરકારી વહીવટી તંત્ર સાથે મુશ્કેલીઓ પડી રહી છે. લાખ્ખો રૂપિયા ના મોંઘા વ્યાજ ની લૉન લઈ વાહનોની ખરીદી કરી ધંધો કરવામાં આવી છે.

રેતી સુરત તાપી નદી છોટાઉદેપુર બોડેલી વહન કરવામાં આવે જેમ વલસાડ જિલ્લામાં પહોંચતા ખાણ ખનીજ અને પોલીસ કયા પણ મળી જાય છે. ટ્રક ચાલકો નિયમિત હપ્તો પણ ચુકવવો પડે તોપણ ચોરની માફક વાહનો લઈને આવે છે.

ઉલ્લેખનીય છે છે કે ગત રોજ એક ઘટના બની આદિવાસી વિસ્તાર કપરાડાના અંભેટી ગામમાં મળેલી બાતમીના આધારે ગેરકાયદે માટી ખનન અટકાવવા માટે ભૂસ્તર વિભાગની ટીમના સુપરવાઇઝર અને બે ગાર્ડ તથા રાતા ગામના કેટલાક વ્યક્તિ ઓ સાથે વાતચીતનું ઘર્ષણ થતા માહોલ ગરમાયો હતો.

આ બનાવમાં જિલ્લા પંચાયતનો એક સભ્ય સ્થળ ઉપર પહોંચીને ટીમ સાથે બોલાચાલી કરીને મારામારી સુધી મામલો પહોંચ્યો હતો.

ભુસ્તર વિભાગની કચેરીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર નાનજીભાઇ પવાયા વલસાડ જિલ્લામાં જેનું નામ ઘણા સમયથી લોકો ચર્ચાઓમાં છે. કેટલાક ટ્રક ચાલકો અને ખનન કરતા વ્યક્તિ ઓ સાથે સાંઠગાંઠ હોવનું પણ જાણવા માટે છે.

સોમવારે સવારે ઓફિસના બે સિક્યુરિટી ગાર્ડ હેતલ ચંદુભાઇ માહ્યાવંશી અને મનિષ દિપકભાઇ હળપતિ સાથે ખાનગી વાહનમાં બેસીને કપરાડાના સુખાલા થી અંભેટી તરફ જવાના માર્ગ ઉપર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. ગેરકાયદે માટી ખનનની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા નીકળેલી ભૂસ્તર વિભાગની ટીમ અંભેટી રોડ ઉપર પહોંચી ત્યારે ટ્રક નંબર જીજે 15 યુયુ 5654ને આંતરીને તપાસ કરતા હાર્ડ મોરમ ભરેલું જણાયું હતું. ચાલક પાસેથી પાસ પરમિટ માગતા તેની પાસે કોઇપણ જાતની પરવાનગી નહિં હોવાનું જણાવતા ટ્રકને સાઇડે ડીટેઇન કરી હતી ત્યાર બાદ સુપરવાઇઝર અને ગાર્ડ વધુ તપાસ માટે ધગડમાળની નીલકંઠ ક્વોરી તરફ જઇ રહ્યા હતા તે વખતે ગાર્ડ હેતલે ફોન કરીને સુપરવાઇઝરને જણાવ્યું હતું કે, કોપરલીગામે રહેતા જિતુભાઇ, હિતેશ આહિર અને હરિશ આહિર અને જિલ્લા પંચાયત સભ્ય મિતેશ પટેલ અને કેટલાક માણસો આવીને ધમકી આપીને ધક્કા મુકીને હુમલો કરવાનો પ્રયાસ કરી હિતેશ આહિર અને જિતુએ ગાર્ડને લાતો મારીને ધમકી આપીને પકડેલી ટ્રક લઇને ત્યાં થી ફરાર થઇ ગયા હોવાનું જાણવા મળ્યું છે. હવે હાલમાં ગાંધીનગર આધારભૂત માહિતી મુજબ હોવાનું જાણવા મળ્યુ છે.

હાલની સરકાર ખુબજ સંવેદનશીલ છે જે ગરીબ વર્ગ માટે જરુરી બદલાવ લાવવા ખુબજ પ્રયત્નશીલ છે. તો વલસાડ જિલ્લાના નેતાઓ એ ગંભીરતાથી નોંધ લઈ મુશ્કેલી ઓનો કાયમી નિકાલ માટે પ્રયાસ કરે એ માંગ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here