કપરાડાની એક શાળાના વિવાદાસ્પદ આચાર્ય સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી હોદ્દેદારની શરાબ અને કબાબની મહેફીલ માણતી વીડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી છે.કપરાડાની એક શાળાના વિવાદાસ્પદ આચાર્ય સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માજી હોદ્દેદારની શરાબ અને કબાબની મહેફીલ માણતી વીડિયો ક્લીપ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર મચી છે.વિવાદાસ્પદ આચાર્ય સામે એક શિક્ષિકાએ સંબંધો બાંધવા દેવાની માંગણી કરી ધમકી આપ્યાની ફરિયાદ કરી હતી છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના અંતરીયાળ કપરાડા અને ધરમપુર તાલુકામાં એક વીડિયો ક્લીપ વાયરલ થઈ છે, જેણે શિક્ષણ જગતમાં ભારે ચર્ચા જગાવી છે. આવીડિયોમાં બે વ્યક્તિ કબાબ – શરાબ ની મહેફીલ માણી રહ્યા છે
અને આ બન્ને શિક્ષણ જગતના સૌથી વિવાદાસ્પદ હોવાની ચર્ચા ઉઠી છે. આ મહેફીલની વીડિયો
વાયરલ થતાં શિક્ષણ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે.