નાનાપોંઢા પોલીસે ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલો કરવાના પ્રકરણમાં જીતુ પટેલ અને મિતેશની કરી ધરપકડ
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંભેટી ખાતે ખાણ ખનીજ વિભાગના કર્મચારી પર હુમલો કરવાના પ્રકરણમાં ગાડી ભગાડી લઈ જવાના પ્રકરણમાં નાનાપોંઢા પોલીસ મથકે ત્રણ દિવસ પહેલા નોંધ્યો હતો ગુન્હો.
સોમવારે સવારની ઘટના ઓફિસના બે સિક્યુરિટી ગાર્ડ હેતલ ચંદુભાઇ માહ્યાવંશી અને મનિષ દિપકભાઇ હળપતિ સાથે ખાનગી વાહનમાં બેસીને કપરાડાના સુખાલા થી અંભેટી તરફ જવાના માર્ગ ઉપર ચેકિંગ કરવા માટે નીકળ્યા હતા. ગેરકાયદે માટી ખનનની પ્રવૃતિ ઉપર કાર્યવાહી કરવા નીકળેલી ભૂસ્તર વિભાગની ટીમ અંભેટી રોડ ઉપર પહોંચી ત્યારે ટ્રક નંબર જીજે 15 યુયુ 5654ને આંતરીને તપાસ કરતા હાર્ડ મોરમ ભરેલું જણાયું હતું. ચાલક પાસેથી પાસ પરમિટ માગતા તેની પાસે કોઇપણ જાતની પરવાનગી નહિં હોવાનું જણાવતા ટ્રકને સાઇડે ડીટેઇન કરી હતી ત્યાર બાદ સુપરવાઇઝર અને ગાર્ડ વધુ તપાસ માટે ધગડમાળની નીલકંઠ ક્વોરી તરફ જઇ રહ્યા હતા તે વખતે ગાર્ડ હેતલે ફોન કરીને સુપરવાઇઝરને જણાવ્યું હતું કે, કોપરલી ગામે રહેતા જિતુભાઇ, હિતેશ આહિર અને હરિશ આહિર અને જિલ્લા પંચાયત સભ્ય મિતેશ પટેલ અને કેટલાક માણસો આવીને ધમકી આપીને ધક્કા મુકીને હુમલો કરવાનો પ્રયાસ કરી હિતેશ આહિર અને જિતુએ ગાર્ડને લાતો મારીને ધમકી આપીને પકડેલી ટ્રક લઇને ત્યાં થી ફરાર થઇ ગયા હતા.
હવે સ્થાનિક લોકોમાં ચર્ચાઓ થઈ રહી છે. જે શાસક ના હોદ્દેદારો ની પરિસ્થિતિ ચર્ચાઓ થઈ રહી છે.