કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 819 મી રામ કથા 21 મી ફેબ્રુઆરી થી આરંભ થશે
વલસાડ જિલ્લાના ભાગડાવડા-કોસંબા ગામે બાપા સીતારામ મઢુંલીના લાભાર્થે કથાકાર પ્રફુલભાઈ શુકલ ની 819 મી રામ કથા 21 મી ફેબ્રુઆરી થી આરંભ થશે.જેનું શ્રી ફળ મુહૂર્ત આજે ખેરગામના ભવાની માતા મંદિરે કૌશિકભાઈ નાનુભાઈ ટંડેલ અને હેતલબેન ટંડેલ ને હસ્તે સંપન થયું હતું આ સાથે 1 માર્ચના રોજ બજરંગદાસ બાપા ની પ્રાણ પ્રતિષ્ઠા સંપન કરવામાં આવશે કાંઠા વિસ્તારમાં સૌ પ્રથમ વાર બાપા ની મઢુંલી નિર્માણ થઈ હોવાથી સમગ્ર પંથકમાં ખુશી નો માહોલ સર્જાયો છે આ પ્રસંગે પ્રતિકભાઈ જોષી ધરમપુર અને મહંત શ્રી યુવરાજગીરી ગૌ સ્વંમી ઉપસ્થિત રહ્યાં હતા 21 મી થી શરૂ થનારી રામ કથા માં સુતીક્ષણ સ્તુતિ નો આધાર લેવાશે જે પુ. બજરંગદાસ બાપા ને અતિ પ્રય હતી .કથાકાર પ્રફુલભાઈ શુકલ દવારા 819 કથા ઓ માં સૌ પ્રથમ વાર સુતીક્ષણ ભક્તિ મય રામ કથા કરવામાં આવશે કથા નો સમય બપોરે 2 થી 5 રાખવામાં આવ્યો છે કૌશિકભાઈ ટંડેલ તરફથી બધા ને પધારવાનું આમંત્રણ અપાયું છે