બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ રાજેન્‍દ્ર ત્રિવેદી મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી

0
196

રાજયના મહેસૂલમંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને વલસાડ જિલ્લાનો મહેસૂલી મેળો યોજાયો

આજરોજ બપોરે ૩.૦૦ કલાક સુધીમાં ૧૬૯ પ્રશ્નોમાંથી ૭૫ પ્રશ્નોનો સ્‍થળ પર મંત્રીશ્રીના હસ્‍તે હકારાત્‍મક નિકાલ કરાયોઃ

બનાવટી કુલમુખત્‍યાર કરનારા જમીન પચાવી પાડનારા ગુનેગારોને નશ્‍યત કરવામાં આવશેઃ રાજેન્‍દ્ર ત્રિવેદી, મહેસૂલ અને કાયદા મંત્રીશ્રી

મંત્રીશ્રી રાજેન્‍દ્ર ત્રિવેદીએ વલસાડની મામલતદાર કચેરીની એક સામાન્‍ય નાગરિકની જેમ જ રીક્ષામાં જઇને આકસ્‍મિક મુલાકાત લીધી

રાજ્‍યના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને આજરોજ વલસાડ કલેકટર કચેરી ખાતે મહેસુલી મેળો વલસાડના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલ, નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્‍સ વિભાગના મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ અને કલ્‍પસર, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીની ઉપસ્‍થિતિમાં યોજાયો હતો.

રાજયના ભૂપેન્‍દ્રભાઇ પટેલની આગેવાનીવાળી લોકાભિમુખ, પારદર્શી વહીવટવાળી સરકારમાં લોકોના કામો ઝડપથી અને પારદર્શક રીતે અને સરળતાથી થાય તે માટેના નિર્ધાર સાથે રાજય સરકાર કામ કરી રહી છે એમ આજે વલસાડ કલેકટર કચેરી ખાતે યોજાયેલા મહેસૂલી મેળામાં રાજયના મહેસૂલ મંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્‍યું હતું. રાજ્‍ય સરકાર દ્વારા રાજ્‍યના નાગરિકોને સોગંદનામાના ખોટા ખર્ચમાંથી બચવા માટે સેલ્‍ફ ડેકલેરેશનનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

મહેસૂલી મેળા પૂર્વે મંત્રીશ્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીએ વલસાડ કલેકટર કચેરી પહોંચ્‍યા બાદ કોઇને પણ જાણ કર્યા વગર એક સામાન્‍ય નાગરિકની માફક જ રીક્ષામાં બેસી વલસાડ મામલતદાર કચેરી ખાતે દસ્‍તાવેજ નોંધણી કચેરીની આકસ્‍મિક મુલાકાત લીધી હતી.મંત્રીશ્રીએ તેમની મુલાકાત દરમિયાન દસ્‍તાવેજની નોંધણી માટે આવેલા અરજદારોને પૃચ્‍છા કરી હતી તેમાં અરજદારોએ તેમના દસ્‍તાવેજોની નોંધણી યોગ્‍ય રીતે અને કોઇપણ પ્રલોભન વગર થઇ રહી છે એમ જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ દસ્‍તાવેજ નોંધણી કચેરીની મુલાકાત વેળા દસ્‍તાવેજ નોંધણીની કામગીરી સુચારૂરૂપે ચાલી રહી છે એની અનુભૂતિ કરી સંતોષ વ્‍યકત કયો હતો.

મંત્રીશ્રીએ તેમની મુલાકાત દરમિયાન દસ્‍તાવેજની નોંધણી માટે આવેલા અરજદારોને પૃચ્‍છા કરી હતી તેમાં અરજદારોએ તેમના દસ્‍તાવેજોની નોંધણી યોગ્‍ય રીતે અને કોઇપણ પ્રલોભન વગર થઇ રહી છે એમ જણાવ્‍યું હતું. મંત્રીશ્રીએ દસ્‍તાવેજ નોંધણી કચેરીની મુલાકાત વેળા દસ્‍તાવેજ નોંધણીની કામગીરી સુચારૂરૂપે ચાલી રહી છે એની અનુભૂતિ કરી સંતોષ વ્‍યકત કયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાજયમાં નવસારી જિલ્‍લા ખાતેથી સૌ પ્રથમ શરૂ કરાયેલા મહેસૂલી મેળામાં સ્‍થળ ઉપર જ અરજદારોના મહેસૂલના પ્રશ્નોને સ્‍થળ ઉપર સાંભળીને પ્રશ્નોનો સ્‍થળ પર જ હકારાત્‍મક નિકાલ કરવાામં આવે છે. મંત્રીશ્રીએ નવસારી જિલ્લા ખાતે ૧૧૭ પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ કરીને અરજદારોને તેમના હક્કો અપાવ્‍યા હતા. આજ પ્રમાણે આજે બીજા દિવસે મંત્રીશ્રીએ વલસાડ જિલ્લાના બપોરે ૩.૦૦ વાગ્‍યા સુધીમાં રજૂ થયેલા ૧૬૯ પ્રશ્નોનો સ્‍થળ ઉપર સાંભળીને ૭૫ મહેસૂલના કેસોનો હકારાત્‍મક નિકાલ કરીને અરજદારોને તેમના મળવાપાત્ર હક્કો આપીને રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટીની વલસાડના પ્રજાજનોને અનુભૂતિ કરાવી હતી. આ મેળામાં જે પ્રશ્‍નોનો સ્‍થળ પર નિકાલ ન થઇ શકતો હોય તેવા પ્રશ્નોના નિકાલ માટે મંત્રીશ્રી સાથે ૧૪ જેટલા મહેસૂલ વિભાગના અધિકારીઓની ટીમ ગાંધીનગરથી આવી હતી.

મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, મહેસૂલી મેળો એની શરૂઆત નવસારી જિલ્લો એનો જ બીજો ભાઇ જિલ્લો વલસાડમાં આજે બીજો દિવસ, વલસાડમાં મહેસૂલી મેળામાં આજે જિલ્લાના સેંકડો લોકો પોતાના પ્રશ્નો લઇને શાંતચિતે, વ્‍યવસ્‍થાને અનુરૂપ શાંતિથી પાોતાના પશ્નોની રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ એક દિવસમાં જ અરજદારોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ લાવવા બદલ મહેસૂલ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને અભિનંદન આપ્‍યા હતા. ગતરોજ આવેલા પ્રશ્નોનો આજે હકારાત્‍મક રીતે નિકાલ કરવાનો વલસાડનો આ સંદેશ સમગ્ર ગુજરાતના કલેકટોરેટને મળે એમ મીડિયા સાથેની મુલાકાતમાં મંત્રીશ્રીએ જણાવ્‍યું હતું.

મંત્રીશ્રીએ નવસારી જિલ્‍લામાં યોજાયેલા મેળામાં ૧૭ જેટલા લોકો દ્વારા ખોટા કુલમુખ્‍તયાર કરીને જમીનો પચાવી પાડે છે તેવા ગુનેગારોને નશ્‍યત કરવા માટે પોલીસ વિભાગના સુરતના આઇ. જી. શ્રી પાંડિયનને તાકીદ કરતાં આજરોજ બે જણ સામે એફ. આઇ. આર. થઇ છે અને બાકીની ૧૫ એફ. આઇ. આર. પણ તુર્ત જ કરીને ગુનેગારોને પણ કાયદાનું ભાન કરાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકયો હતો.

આજરોજ યોજાયેલા મહેસૂલી મેળામાં મંત્રીશ્રીએ વલસાડ જિલ્‍લાના ખેડૂત સમાજના પ્રમુખશ્રી ભગુભાઇ પટેલે જિલ્‍લાના ૨૯ ગામોની એકસપ્રેસ વે અને બુલેટ ટ્રેનમાં જે ખેડૂતોની જમીન સંપાદન થઇ છે અને તેમને યોગ્‍ય વળતર મળ્‍યું નથી તે બદલની તેમની રજૂઆત બાબતે યોગ્‍ય કાર્યવાહી કરી તેમને તેમના હક્કના નાણાં અપાવવાની બાહેંધરી આપી હતી. મંત્રીશ્રીએ કપરાડા તાલુકાના વિરક્ષેત અને ગીરનારાના માધુભાઇ ભુસારા અને પ્રમોદભાઇ ભુસારાની તેમની જમીનો જે ૧૯૮૫ માં રાજય સરકારે ખાલસા કરી હતી તે જમીન પર તેઓ વર્ષ ૧૯૫૧ થી ખેતી કરતાં હોઇ, તેમને તેમની જમીનો પરત મળે તેવી રજૂઆત બાબતે મંત્રીશ્રીએ આ બાબત નિતીવિષયક હોઇ જરૂરી કાર્યવાહી કરી તેમને યોગ્‍ય ન્‍યાય મળે તેવી હૈયાધારણ આપી હતી. મંત્રીશ્રીએ મંતવ્‍ય ન્‍યુઝના મયૂરભાઇ રાજગોરની તેમના સાપ્‍તાહિક પાકો ગુજરાતીના ટાઇટલ માટેની રજૂઆત સંદર્ભે તેમને ટાઇટલનો પત્ર રૂબરૂમાં આજરોજ તેમના હસ્‍તે આપ્‍યો હતો. આ મેળામાં રજૂ થયેલા પ્રશ્‍નોમાં જમીન સંપાદન, જમીન સુધારણા, આર.ટી.એસ., સ્‍ટેમ્‍પ ડયુટી વિભાગના પ્રશ્‍નોનો હકારાત્‍મક ઉકેલ આવ્‍યો હતો.

આ પ્રસંગે વલસાડ જિલ્‍લા પ્રભારી આદિજાતિ મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, આ આદિવાસી જિલ્‍લામાં આદિવાસી ગણોતિયા ખેડૂતો કે જેઓ સરકારી કાયદાથી અજ્ઞાન હોઇ, તેમના ૭/૧૨ ના નમૂનામાં ગણોતિયાઓ તરીકે ફકત મોટાભાઇનું જ નામ હોઇ લેન્‍ડ ગ્રેબીગ થાય છે તે માટે રાજય સરકાર દ્વારા લેન્‍ડ ગ્રેબિંગ એકટમાં જરૂરી સુધારણા માટે વિધાનસભામાં બિલ લાવવામાં આવશે.

આ પ્રસંગે નાણાંમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્‍યું હતું કે, ગુજરાતને ઘણા વર્ષો પછી કાયદાના જાણકાર એવા મહેસુલમંત્રી મળ્‍યા છે, તેમ જણાવી તેમને મહેસૂલ મંત્રી બનવા બદલ અભિનંદન આપ્‍યા હતા. વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીની સરકાર દ્વારા ડ્રોનથી જમીન માપણી કરાવી પ્રમોલેગેશનમાં જે એજન્‍સીની ભૂલ થઇ હશે તો ખેડૂતોને તેમની જમીનોનો સાચો હક્ક પાછો મળશે, તેવી આ તબક્કે ખાતરી આપી હતી.

રાજયના કલ્‍પસર, નર્મદા અને જળસંપતિ અને પાણી પુરવઠાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરીએ આ પ્રસંગે જણાવ્‍યું હતું કે, વલસાડ જિલ્‍લો એ છેવાડાનો જિલ્‍લો હોવા છતાં રાજયના મહેસૂલ મંત્રીશ્રીએ પસંદ કરવા બદલ ખુશી વ્‍યકત કરી હતી. મંત્રીશ્રીએ રાજય સરકાર પ્રજાને દ્વારે આવીને લોકોના પ્રશ્નોનો હકારાત્‍મક નિકાલ લાવીને રાજય સરકારના લોકાભિમુખ અને પારદર્શી વહીવટની ખાતરી આપે છે એમ જણાવ્‍યું હતું.

વલસાડ કલેક્‍ટર ક્ષિપ્રા આગ્રેએ સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા.

આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડ, ધરમપુર અને ઉમરગામના ધારાસભ્‍યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને રમણભાઇ પાટકર, વલસાડ જિલ્‍લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, વલસાડના નિવાસી અધિક કલેકટરશ્રી એન. એ. રાજપૂત, પ્રાંત અધિકારીશ્રી નીલેશભાઇ કુકડીયા, પારડી પ્રાંત અધિકારીશ્રી તેમજ વલસાડ, પારડી, ધરમપુર, કપરાડા અને ઉમરગામના મામલતદારો તેમજ મહેસૂલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here