રીવર લીંક મુદ્દે કપરાડા કોંગ્રેસ ન્યાય- સંઘર્ષ-2022
વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ અને કપરાડા તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માહદુભાઈ સરનાયક વાડી ગામની મુલાકાતે.
રીવરલીંક મુદ્દે વાડી ખાતે ગામની મુલાકાત સ્થાનિક રજૂઆતોને ધ્યાનમાં લઈ વાડી ગામે રીવરલીંક અને મધુબનડેમ પ્રભાવિત ડુબાણમાં 8 (આઠ) જેટલા ગામો સંભવિત હોવાની ચર્ચાથી ગામ લોકો સાથે તેમની રજુઆતો અને પ્રશ્નો સાંભળી જરૂરી કામે ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્ય સરકારના અભિગમ સામે કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારને ન્યાય અને મળવા પાત્ર લાભો સામે આદિવાસીઓના રક્ષણના સવાલ સાથે ડેમની ઉંચાઇ અને રીવરલીંક સામે આદિવાસીઓને કેટલા લાભો મળશે જે ચર્ચાનો વિષય સાથે ભવિષ્ય જોખમ વિસ્થાપિત કે હિજરત કરવાના પ્રશ્નથી આદિવાસી વિસ્તારમાં ગામે ગામ અને આદિવાસીઓના ન્યાય સામે આદિવાસી નેતાઓ મૌન ધારણ કરી જનતાના પ્રશ્ન સામે લાચારી વ્યક્ત કરી રહ્યા છે.
કપરાડા તાલુકા આદિવાસી જનતા ધીમી ગતિએ ન્યાય અને સંઘર્ષ માટે રસ્તા પર ઉતરી પોતાના પડકારોને સામનો કરવા જ્યારે અહિંસક વિચારધારા સાથે આવનાર દિવસોમાં પોતાના પરિવાર, કપરાડા ના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રમાં જે પરિવાર, સમગ્ર તાલુકાના માટે સંકલ્પ સાથે એક અવાજ કરી
“ચાલો ગાંધીનગર “
ના વિચાર સાથે સમગ્ર વિસ્તારના લોકો જન સંદેશ સાથે યુવા વિચાર ધારા સાથે હક્ક અને અધિકાર માટે આવનાર દિવસોમાં રાજ્ય સરકારના અધિકારીશ્રીઓ સાથે પરામર્શ કર્યા બાદ ભાવિ રણનીતિનો નિર્ણય લેશે.
આ પ્રસંગે ગામનાં સરપંચ રસુલભાઈ, કોંગ્રેસના સીનીયર આગેવાન અને સુલિયા ગામનાં માજી સરપંચ સુભાષભાઈ કરચોંડના સરપંચ ભીખાભાઈ તા.પં.ના પૂર્વ સભ્ય ધર્માભાઈ દેવજીભાઈ ગોંડ, વાડી ગામનાં માજી સરપંચ રામજીભાઈ,તા.પં.ના પૂર્વ સભ્ય ચંદુભાઈ, કપરાડા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને ટુકવાડાના માજી સરપંચ અશ્વિનભાઇ, વાડી ગામનાં આગેવાન મગનભાઈ,વાડી ગામનાં આગેવાન જીવણભાઈ, યુથ આગેવાન વિજયભાઈ જાનાભાઈ, માજી તા.પં.ના સભ્ય રમજુભાઈ, ગામ પંચાયત સભ્ય મગજીભાઈ, કરચોંડના યુવા આગેવાન કમલભાઈ, નારવડ કોંગ્રેસ આગેવાન રતિલાલ મોટી સંખ્યામાં યુવાનો અને ગામનાં આગેવાનો ભાઈ- બહેનો હાજર રહી રજુઆત કરી.
જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વસંતભાઈ બી. પટેલની માની, ટોકરપાડા ગામની બુધવારે મુલાકાત લેવાનું હોવાનું જણાવ્યું છે
Ad…