કપરાડા જયુ. કોર્ટનો મહત્ત્વનો આદેશ રોડની મરામતમાં બેદરકાર ઓથોરિટી તથા કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા SPને તાકીદ

0
208

( ફાઈલ ફોટો )

  • ને.હા. ઓથોરિટીના અધિકારી તેમજ કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ એસ.પી.ને તાકીદ કરતી ઐતિહાસિક
  • પોલીસ ચોપડે નોંધાયેલા અકસ્માતોની ૫૧૧ ઘટનામાં ૨૮૧નાં મોત
  • અકસ્માત કેસના ચુકાદામાં કપરાડા જયુ. કોર્ટનો મહત્ત્વનો આદેશ
  • રોડની મરામતમાં બેદરકાર ઓથોરિટી તથા
  • કોન્ટ્રાક્ટરો સામે કાર્યવાહી કરવા SPને તાકીદ

વલસાડ જિલ્લામાં રોડ અકસ્માતની ઘટનાઓમાં પાછલા વર્ષોની સરખામણીમાં ચોંકાવનારો ઉછાળો જોવા મળી રહ્યો છે. જાન્યુ-૨૧થી અત્યાર સુધીમાં, જિલ્લામાં પોલીસ ચોપડે નોંધાયા હોય તેવા ૫૧૧
જેટલા અકસ્માતોમાં ૨૮૧ લોકોનાં મોત થયાં છે. તો ૧૦૯ લોકોને ગંભીર ઇજા થતાં કાયમી પંગુતા આવી ગઇ છે.આ ઉપરાંત સેંકડો ઘટનામાં ફરિયાદ નોંધાઇ જ નથી. આ મુદ્દે કપરાડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક. કોર્ટના જજે પાંચ દિવસ પહેલા રોડ અકસ્માતના
એક કેસમાં આપેલા ચુકાદામાં, રસ્તાની મરામત અને મેન્ટેનન્સ નહીં કરતા ને.હા. ઓથોરિટીના અધિકારી તેમજ કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ એસ.પી.ને તાકીદ કરતી ઐતિહાસિક નોંધ કરતા, આ મામલો ચર્ચાને એરણે ચઢ્યો છે.

બેદરકાર વાહનચાલકો પણ વધતા જતા અકસ્માતો માટે દોષિત જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં વધારો થવા પાછળ જર્જરિત રસ્તાઓ ઉપરાંત વાહનચાલકો દ્વારા દાખવાતી બેદરકારી પણ એટલી જ જવાબદાર
હોવાનું પોલીસ સૂત્ર જણાવે છે. ખાડાવાળા માર્ગો પર અકસ્માતની શક્યતા વધુ હોવાનું જાણવા છતાં સંખ્યાબંધ ટુ-વ્હીલર વાહનચાલકો હેભેટ પહેરતા નથી, કારચાલકો સીટબેલ્ટ લગાવતા નથી. દર ૧૦માંથી ૮ વાહનચાલક ચાલુ ગાડીએ મોબાઇલ પર વાત કરતો હોવાનું નજરે પડે છે. રસ્તા બિસ્માર
હાલતમાં હોવા છતાં બેફામ ગતિએ વાહનો હંકારતા હોય છે. લોકોમાં ટ્રાફિક અવેરનેસ આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા વારંવાર કાર્યક્રમો કરાય છે પરંતુ વાહનચાલકો સુધરતા નથી. ત્યારે આ મુદ્દે પણ કોઇ નક્કર કાર્યક્રમ ઘડી કાઢવામાં આવે તે જરૂરી હોવાનું પોલીસ સૂત્રએ જણાવ્યું હતું.

વલસાડ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે નં. ૪૮ ઉપરાંત ધરમપુર-નાસિક હાઇવે નં. ૮૪૮ તેમજ
શહેરી વિસ્તારોના રસ્તાઓની હલકી કક્ષાની કામગીરીને કારણે વારંવાર ખાડા પડી જવાની સાથે રસ્તાઓ બિસ્માર બની જાય છે. જેનું નિયમિતપણે
મેન્ટેનન્સ કરવામાં આવતું નહીં હોવાને કારણે વાહન અકસ્માતોનું પ્રમાણ વધી રહ્યું છે. વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, જિલ્લામાં જાન્યુઆરી-૨૦૨૧થી અત્યાર સુધીમાં,
પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલી ફરિયાદો મુજબ ૫૧૧ જેટલા અકસ્માતો થયા છે.જેમાં, ૨૮૧ લોકોનાં મોત, ૧૦૯ને ગંભીર ઇજા તથા ૧૨૦ લોકોને ઓછી-
વત્તી ઇજા થઇ છે. સૌથી વધુ અકસ્માતો પારડી, ભિલાડ તેમજ કપરાડા તાલુકામાંથી પસાર થતા ને.હા. નં. ૮૪૮ ઉપર થયા છે. કપરાડાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફ.ક. કોર્ટના જજ દિલીપભાઇ સાવલીયા સંભવત: એવા પ્રથમ જજ છે જેમણે પાંચ દિવસ પહેલા અકસ્માતની ઘટનામાં આપેલા પોતાના ચુકાદામાં એક એવી મહત્ત્વની નોંધ કરી છે, જેનો અમલ પોલીસતંત્ર દ્વારા કરવા સાથે જ રસ્તાનું નવીનીકરણ કરતા કોન્ટ્રાક્ટરો તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓની ઊંઘ હરામ થઇ જશે તે
નક્કી છે. કપરાડા કોર્ટના જજે કપરાડા-નાસિક સ્ટેટ હાઇવે પર નોંધાયેલા અકસ્માતોના ગુનાઓની, નાનાપોંઢા અને કપરાડા પોલીસમથકમાંથી
મેળવેલી માહિતી મુજબ, બંને પોલીસમથકોમાં તા. ૧-૧૦-૨૧થી તા.૧૩-૧૨-૨૧ સુધીમાં નોંધાયેલા કુલ
૩૯ અકસ્માતોમાં, ૨૭ અકસ્માતોમાં લોકોનાં મોત થયાં હતાં, તો ૧૨ ગંભીર પ્રકારના અકસ્માતો સર્જાયા હોવાનું બહાર આવ્યું હતું. નાનાપોંઢા પોલીસ મથકમાંથી પૂરી પડાયેલી માહિતીને ધ્યાને લેતા, રાજય બહારના ટ્રક ઘાટવાળા વિસ્તારમાં પલટી જાય
અને કોઇને ઇજા નહીં થાય તો ટ્રકમાલિકો પોલીસમાં ફરિયાદ નોંધાવતા નથી. કોર્ટે એ પણ નોંધ્યું છે કે,
નાનાપોંઢાથી આગળના ચીવલ ગામથી કપરાડાના રાજબારી સુધીના ૪૨થી ૪૫ કિ.મી.ના પારડી-નાસિક હાઇવે પર અકસ્માતોનું પ્રમાણ વધુ છે. કપરાડાથી
આગળ આર.સી.સી. રોડ બની ગયા બાદ આ રોડ પર રાજ્ય બહારના ટુકોની તથા ખાનગી લકઝરી બસોનો
ટ્રાફીક વધી ગયો છે. આ રસ્તાઓ પર અકસ્માતોની વધતી જતી ઘટનાઓને રોકવા માટે કપરાડા તથા નાનાપોઢા પોલીસ દ્વારા કાર્યપાલક ઇજનેર, હાઇવે
ઓથોરિટીને વારંવાર પત્રો લખીને યોગ્ય કાર્યવાહી કરવા જણાવવા છતાં તંત્રએ કંઇ જ ના કર્યું. પરિણામે
અકસ્માતોમાં ઘટાડો થયો નહીં. જેથી કપરાડા કોર્ટે તેમના કાર્યક્ષેત્રમાં જીવલેણ અકસ્માતોમાં ઘટાડો કરવાના કાર્યોમાં કોણે બેદરકારી દાખવી છે તેની તપાસ કરતા, પોલીસ તરફથી વારંવાર પત્રવ્યવહાર કરી ધ્યાન દોરવા છતાં હાઇવે ઓથોરિટીએ બેદરકારી દાખવી હોવાનું ફલીત થતું હોવાથી કોર્ટે અધિકારીઓ તેમજ રોડનું મેન્ટેનન્સ નહીં કરતા કોન્ટ્રાકટરો સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ ડી.એસ.પી.ને
તાકીદ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here