ગ્રીષ્માના ઘરથી હીરાબાગ અને અશ્વિનીકુમાર સ્મશાન સુધી ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે સ્મશાનમાં પણ પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. કામરેજ, સરથાણા, કાપોદ્રા, વરાછા અને કતારગામ અને ટ્રાફિકના તમામ સેક્ટરને જે તે વિસ્તારની પોલીસ ગોઠવી દેવામાં આવી આ વિસ્તારના એસીપી, ડીસીપી, અને ટ્રાફિક પોલીસ પણ જોડાઈ હતી.સ્મશાન લઈ જવાતા રથ આગળ પણ પોલીસની ગાડીઓ ચાલતી હતી.
ભાઈએ આપ્યો અગ્નિદાહ ભાઈના હાથે બહેનને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો, મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને બે હાથ જોડીને અશ્રુભીની આંખે વિદાય આપી હતી. અંતિમ વિધિમાં સ્મશાન પણ શોક મગ્ન થયું હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા હતા. બહોળી સંખ્યામાં લોકો અંતિમવિધીમાં જોડાયા હતા.
ભારે હૈયા સાથે યુવતીની અંતિમ યાત્રા નિકળી! મોટી સંખ્યામાં લોકો જોડાયા, એકતરફી પ્રેમમાં યુવકે યુવતીની કરી હતી હત્યા! સુુરત ગમગીન……
તાલિબાની આતંકીઓને પણ શરમાવે તેવા કૃત્યથી સૌ હચમચી ગયા હતા. એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીનો પીછો કરી હેરાન કરતો હોવાનું સામે આવ્યું છે. જેથી તેને ઠપકો આપવા જતા યુવતીના ભાઈ પર આ યુવકે અગાઉ હુમલો કર્યો હતો. આ યુવકે યુવતીનાં ઘરબહાર હોબાળો મચાવ્યો હતો. જેને લઈ પોલીસને જાણ કરાતા સાયકો બનેલા યુવકે પોલીસ પર પણ હુમલો કર્યો હતો. જો કે, યુવતીની જાહેરમાં ક્રૂરતાથી હત્યા કરવા બદલ હત્યારા યુવકની પોલીસે ધરપકડ કરી લઈ આગળની તપાસ હાથ ધરી છે.