વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માં અસર પામતા 44 પરિવારો જે ઘર વિહોણા થવાના હોઈ એવા આદિવાસી સમાજના લોકોએ વલસાડ કલેકટરશ્રી ને આવેદન

0
427

  • અમે આદિવાસી આ દેશ ના માલિક છીએ અને અમે ભીખ નથી માંગી રહ્યા
  • ધરમપુર તાલુકાપંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.

વલસાડ તાલુકાના મુળી ગામે વડોદરા-મુંબઈ એક્સપ્રેસ હાઈવે માં અસર પામતા 44 પરિવારો જે ઘર વિહોણા થવાના હોઈ એવા મારાં આદિવાસી સમાજ ના લોકો સાથે વલસાડ કલેકટરશ્રી ને આવેદન આપી રજૂઆત કરવામાં આવી
સ્થાનિક લોકો ના જણાવ્યા મુજબ અમારા સમાજ ના લોકો ને વિકાસના નામે વિસ્થાપિત કરવામાં આવી રહ્યા છે.એ 44 પરિવારો એ સરકારશ્રી ના અધિકારીઓ ને વિસ્થાપિત થવાની પણ તૈયારી દાખવી.પરંતુ એના બદલામાં મુળી ગામ માં સરકારી જગ્યા હોઈ ત્યાં જગ્યા ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.
અમેં આ વિભાગ ના અધિકારી ને પુછવા માંગીએ છીએ કે અમે આદિવાસી આ દેશ ના માલિક છીએ અને અમે ભીખ નથી માંગી રહ્યા.આ જગ્યા ફાળવવા બાબતે અમુક સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે
જ્યાં મુળી ગામના સરપંચ ઉમેદભાઈ, જીતેન્દ્રભાઈ પટેલ BTS પ્રમુખ વલસાડ,BTP તાલુકા પ્રમુખ વલસાડ મયુરભાઈ પટેલ, હિરેનભાઈ પટેલ આદિવાસી સમાજીક કાર્યકર હર્ષદ ભાઈ. જીગર ભાઈ મુળી, કેયુરભાઈ, અને મુળી ગામના આગેવાનો અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ હાજર રહ્યા હતા અને સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર એમની પડખે ધરમપુર તાલુકાપંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ઉપસ્થિત રહયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here