કપરાડા પોલીસ પોલીસ દ્વારા ઇગ્લીશ દારૂ ભરેલ ક્રેટા કાર સાથે આરોપી ઝડપાયો

0
201

ઇગ્લીશ દારૂ ભરેલ ખોટી નંબર પ્લેટ વાળી ક્રેટા કાર સાથે ૮,૪૩,૮૦૦/-રૂપીયાના મુદ્દામાલ સાથે પકડી પાડતી કપરાડા પોલીસ

વલસાડ પોલીસ અધિક્ષકશ્રી રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષશ્રી શ્રીપાલ શેષમાં
વાપી ડીવિઝન તરફથી પ્રોહીબીશનને લગતી ગેરકાયદેસર કડક હાથે ડામી દેવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને ખાનગી હકિકત મળેલ કે, હોન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નંબર-GJ-15- CG-2015 નો ચાલક તખતભાઇ ઝીપરભાઇ ભોયા
મુળ રહે. મનાલા આલય ફળીયા તા.કપરાડા જી.વલસાડ હાલ રહે.રાન્ધા ચાર રસ્તા વનવિહર ધાબા સેલવાસનાનો બીજા એક ઇસમ સાથે મળી પોતાના ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરી જનાર છે જે આધારે વોચમાં પકડાયેલ આરોપી હોન્ડાઇ કંપનીની ક્રેટા ગાડી નંબર-GJ-15 -CG-2015 ના ચાલક તખતભાઇ ઝીપરભાઇ ભોયા રહે મનાલા આલય ફળીયા, તા.કપરાડા જિલ્લા વલસાડનાને પકડિ પાડી તથા વોન્ટેડ આરોપી (૨) રાહુલ રહે.તાપી તથા મુદ્દામાલ મંગવનાર (૩) સેજલ શાહ ઉર્ફે રાજુ રહે.ડોલવણ જી.તાપી નાઓએ એકબીજાની મદદગારી કરી પોતાના કબ્બાની હોન્ડાઇ કંપનીની ક્રેટા ગાડીનો ખરો રજીસ્ટ્રેશન નંબર
GJ-19-AF-7709 નો હોય પરંતુ વલસાડ જીલ્લમાંથી દારૂ ભરેલ ગાડી લઇ જાય ત્યારે આ ગાડી વલસાડ જીલ્લાની છે, તેમ માની પોલીસ શંકા ન કરે તે માટે વલસાડ જીલ્લાના પાર્સીગ વાળી ખોટા રજીસ્ટ્રેશન નંબર-GJ-15-CG-2015 વાળી નંબર પ્લેટ પોલીસની ગેર માર્ગે દોરવા માટે ખોટા રજીસ્ટ્રેશન નંબર વાળી ખોટી નંબર પ્લેટ ખરા તરીકે ઉપયોગ કરવાના ઇરાદે ક્રેટા ગાડીમાં લગાડી ગાડીમાં જુદી જુદી
બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ વ્હીસ્કી/બ્રાન્ડી કુલ્લે બોટલ નંગ-૩૦૫ મળી કુલ્લે કીંમત રૂ. ૮,૪૩,૮૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધ પ્રોહી એકટ કલમ ૬૫(એઈ), ૯૮(ર), ૮૧ તથા ઇ.પી.કો કલમ ૪૬૫, ૪૬૮, ૪૭૧ મુજબનો ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.હાલ આ કામની તપાસ અમો પી.એસ.આઇ. ડી.આર.ભાદરકા નાઓ કરી રહેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઓ ડી.આર.ભાદરકા પી.એસ.આઇ. કપરાડા પોલીસ સ્ટેશન , પો.કો. અનિલભાઇ છનીયાભાઇ કપરાડા પોલીસ સ્ટેશન
પો.કો. મુકેશભાઇ પ્રતાપસીંહ કપરાડા પોલીસ સ્ટેશન પો.કો. જીજ્ઞેશભાઇ રમણભાઇ કપરાડા પોલીસ સ્ટેશન (૫) રમેશભાઇ યશવંતભાઇ કપરાડા પોલીસ સ્ટેશન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here