તા.15/02/2022 ની રાત્રે ધરમપુર તાલુકાના વિસ્થાપિત થતા ગામોના લોકો દ્વારા ગુદિયા,સાતવાંકલ,ખડકી, મધુરી,ચવરા,પૈખેડ, રુંઈપાડા,ચીકલપાડા,ખપાટીયા, ગામોમાં મસાલ રેલી કાઢી ડેમ નો વિરોધ કરવામાં આવ્યો
- જ્યાં ડેમ વાળાલા કરું કાઈ ખાલ ડોકી વર પાઈ
- આદિવાસી નારી કૈસી હે ફુલ નહિ ચિનગારી હે
- આમચ્યાં ડેમ નાઇસે કરા નહિતર તુમચ્યા ખુરસીયા ખાલી કરા
- સાઇકલ લા ચેન નાઈ સરકાર લા ઘેન નાઈ
જેવા વિવિધ સૂત્રો સાથે વિસ્થાપિત થતા તમામ ગામો માં મસાલ રેલી કાઢી ને ડેમ બનવવાના આ પ્રોજેક્ટ નો વિરોધ કરવામાં આવ્યો.
અને જીવ ના ભોગે પણ જમીન ખાલી ન કરવા બાબતે તમામ લોકો ને એક સુરે અવાજ ઉઠાવ્યો.
સમસ્ત આદિવાસી સમાજ ધરમપુર એમની પડખે છે.
જ્યાં મારી સાથે નિલેશ ભાઈ નિકુળીયા, જીતેશ ભાઈ પટેલ અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ અને ગામના વડીલો યુવાનો, બાળકો માતાઓ બહેનો મોટી સંખ્યામાં આવ્યા હતા.
ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ