ધરમપુરમાં ભવ્ય સફળતા મેળવ્યા બાદ હવે પારડી રોડ પર મીના પાર્ક ખાતે બી.એન.જોશી પૂર્વ પ્રિન્સિપાલ મોટાપોઢા બ્રહ્મસમાજના પ્રમુખ અને બ્રહ્માકુમારીની બહેનો ની ઉપસ્થિતમાં સ્કૂલની શરૂઆત કરવામાં આવી.
આ પ્રસંગે બી.એન.જોષી એ જણાવ્યું કે બી.આર. ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ને અભિનંદન આપ્યા હતા. ગુજરાતમાં મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી હતા ત્યારે ધરમપુર વિસ્તાર પસંદગી કરી હતી. શિક્ષણ માટે પ્રવેશ ઉત્સવ કરી આદિવાસી વિસ્તારમાં શિક્ષણમાં ખુબજ વિકાસ થયો છે. શિક્ષણ સાથે બાળકોને સારા સંસ્કાર મળે શિક્ષણ જેવું બીજી પવિત્ર કાર્ય નથી. આપનો વારસો જીવંત રાખવા માટે બાલમંદિરોમાં સારા સંસ્કાર પહેલાં જરૂરી છે. બાળકો અને વાલીઓ મેનેજમેન્ટ સાથે મળી સહયોગ મળશે એવા પ્રયાસો કરી પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે અને સારી મોટી સંખ્યામાં બાળકો પ્રવેશ આપવામાં આવે એવા પ્રયાસો કરવા માટે અનુરોધ કર્યો હતો.
બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલ ધરમપુર નું મેનેજમેન્ટ અને શિક્ષક સ્ટાપ વાલીઓ બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
Ad..