ધરમપુર તાલુકાના વિસ્થાપિત થતા ગામોના લોકો દ્વારા ચાસમાંડવા ગામે ડેમ નો વિરોધ કરવામાં આવ્યો હતો.વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્યશ્રી અનંત પટેલ, ધરમપુર આદિવાસી એકતા પરિસદ પ્રમુખશ્રી કમલેશ પટેલ, માજી જિલ્લા પંચાયત સદસ્ય ઝીણાભાઈ ભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય કેશવભાઈ, તાલુકા પંચાયત ના સદસ્યોં, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત ના સભ્યશ્રી મહેન્દ્રભાઈ, આગેવાન નરેશભાઈ, રાકેશભાઈ ઘેજ, મુળી ગામના મિત્રો, ખાનપુર ના મિત્રો,જીતેશ પટેલ, અને આદિવાસી સમાજ ની હક ની લડાઈ લડતા યોદ્ધાઓ અને ગામના વડીલો યુવાનો, બાળકો માતાઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આવનાર તા.28/02/2022 ના દિને સાવરે 10:00 કલાકે ધરમપુર તાલુકા બિરસામુંડા સર્કલ પાસેથી આપના વાજીંત્રો સાથે રેલી કાઢી તાલુકા મેજિસ્ટ્રેટ ને આવેદન પત્ર આપવાનું નકી કરેલ છે, અને જ્યાં વાંસદા અને ચીખલીના આદિવાસી ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહે છે.